વર્ષ 2023 દરમિયાન અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન તાપીને 2597 પીડીત મહિલાઓના કોલ આવ્યા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારશ્રી ના મહિલા અને બાળ વિકાસ વિભાગ , ગૃહ વિભાગ અને ઇ. એમ. આર. આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015 આંતર રાષ્ટ્રીય મહિલા દીવસે રાજ્ય વ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન કાર્યરત્ કરવામાંઆવી હતી. મહિલાઓ ને ઘરેલું હિંસા સહીત વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીઓ સમયે તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહેલ છે આજે અભયમ પીડીત મહિલાઓ માટે એક સાચી સાહેલી તરીકે દિન પ્રતિદિન વિશ્વાસ સંપાદિત કરી રહી છે. ૨૪*૭ , વિનામૂલ્યે અપાતી સેવાઓ મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ અને સિનિયર સિટઝન માટે આશીર્વાદ રૂપ બને છે. લગ્ન જીવન અને લગ્નેતર સંબંધ માં અસરકારક કાઉન્સિલગ દ્વારા વિખવાદ દુર કરી પરિવાર માં સુલેહ શાંતિ વધારવામાં આવે છે. આં ઉપરાત મહિલાઓ સાથે થતી શારિરીક, માનસિક કે જાતીય, કાર્યસ્થળે સતામણી, પ્રજોત્પતિ ને લગતી બાબતો, જાતીય તેમજ બાળજન્મ અને આરોગ્યને લગતી બાબતો માં સુખદ સેવાઓ આપવામા આવી રહી છે. આજનાં ટેકનોલોજીના યુગમા સોશ્યલ મિડિયાના માધ્યમથી હેરાનગતિ, પેરેંટીગ ઇસ્યૂ, માનસિક હતાશા, મિલકત અને વેતન ને લગતા કિસ્સાઓમાં યોગ્ય સમાધાન કરાવવામાં આવેલ છે. આ ઉપરાત બાળકોના પ્રશ્નો, સિનિયર સિટીઝન ને હેરાનગતિ, ઘર છોડવા મજબૂર કરવા, પડોશી સાથે ના ઝગડાઓ, તરુણ અવસ્થામાંનાં પ્રશ્નોમાં અભયમ હમેશા પીડિતાની પડખે ઉભી રહી છે. આ ઉપરાત ઘરે થી કાઢી મુકેલ, ગૃહ ત્યાગ કે ભુલા પડેલા મહિલાઓ સહિત બાળકો ને પરિવાર સુઘી પહોચાડ્યા છે અથવા સુરક્ષિત આશ્રય અપાવવામાં સફળ બનેલ છે એટલે જ તો આજે ગુજરાત ની મહિલાઓ અભયમ ટીમ માં વિશ્ર્વાસ રાખી પોતાની અંગત સમસ્યાઓ ના હલ અને યોગ્ય માર્ગદર્શન માટે વિના સંકોચે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ની મદદ મેળવતા થયા છે અને જિંદગીના વિખવાદો દૂર કરી એક નવી આશા જગાડી છે. વર્ષ દરમિયાન પિડિત મહિલાઓએ મદદ માટે 2597 જેટલાં ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કરેલ જેમાં 736 જેટલાં ખાસ કિસ્સામાં અભયમ રેસ્ક્યું વાન સાથે તાત્કાલિક ધટના સ્થળે પહોંચી મહિલાનો બચાવ અને સહાયતા પહોંચાડેલ છે.
અને બાકીના કિસ્સામાં કાઉન્સિલીગ કરી જરુરિયત મુજબ સરકારી કે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરવામા આવી મદદરૂપ બનેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other