વ્યારાના કણઝા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત
ગ્રામજનોએ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર ફિલ્મ નિહાળીને વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા કરી
–
લાભાર્થીઓને યોજનાકીય સહાયનું વિતરણ કરાયું : ગ્રામજનોએ વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા ૩૧: તાપી જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરી રહેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” વ્યારા તાલુકાના કણઝા ગામે પહોંચતા સ્થાનિક ગ્રામજનોએ સંકલ્પ યાત્રાનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી સભર ટૂંકી ફિલ્મ નિહાળી હતી. વધુમાં ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી અદા કરવા માટે સામૂહિક સંકલ્પબદ્ધ થયા હતા. મહાનુભાવોએ પણ ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
વ્યારા તાલુકા ખાતે આયોજિત કાર્યક્રમોમાં વિવિધ પેમ્પ્લેટ્સ, બેનરો દ્વારા ગ્રામજનોને સરકારની ફ્લેગશીપ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત ઉભા કરવામાં આવેલા સ્ટોલ્સ દ્વારા પણ ગ્રામજનોની વિના મૂલ્ય આરોગ્ય તપાસ, આયુષ્યમાન કાર્ડ અંગેની માહિતી અને લાભ, ઉજ્જવલા યોજના, વૃદ્ધ સહાય, વિધવા સહાય, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ સહિતની તમામ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં પદાધિકારીઓ,સ્થાનિક અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, સંબંધિત વિભાગના કર્મયોગીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦