‘પીએમ જનમન’ અભિયાન અંતર્ગત આદિમજુથ પરિવારોના ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી કરતું તાપી જિલ્લા તંત્ર

આધારકાર્ડ, રેશન કાર્ડ, પી એમ કિશાનના લાભો,વીજ કનેકશન સહિતના લાભો ઘર આંગણે આપવામાં આવી રહ્યા છે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦ સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જે અંતર્ગત તાપી જિલ્લામાં વસવાટ કરતા આદિમ જૂથના વિકાસ માટે “PMPVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ આદિમજૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ આવરી લેવા માટે તમામ વિભાગો દ્વારા આદિમજુથ પરિવારોના ઘરે-ઘરે જઈને સર્વેની કરવાની કામગીરી સહીત IEC એકટીવીટીની કામગીરી પણ શરુ કરવામાં આવી છે. જેમાં સરપંચો અને ગામના જાગૃત નાગરિકો દ્વારા પીએન જનમન મિશન અંગે પુરતો સાથ સહકાર આપી આદિમજુથના પરિવારોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
વિવિધ વિભાગો જેવા કે, આદિજાતિ વિભાગ,આરોગ્ય, ખેતીવાડી, વિજ વિભાગ,પુરવઠા વિભાગ સહિત તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ દ્વારા આધારકાર્ડ, રેશન કાર્ડ, પી એમ કિશાનના લાભો,આવાસ યોજના,વીજ કનેકશન સહિતના લાભો ઘર આંગણે આપવામાં આવી રહ્યા છે.
૦૦૦૦૦