તાપીના પ્રભારી સચિવશ્રી પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની સમિક્ષા બેઠક યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.30- પ્રભારી સચિવશ્રી પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમાં તાપી જિલ્લા સર્કિટ હાઉસ ખાતે ઉદવહન સિંચાઇ પ્રોજેકટ, એસપિરેશનલ બ્લોક, ક્ષય રોગની સ્થિતિ વિગેરે બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સચિવશ્રીએ વિવિધ વિભાગોની સમીક્ષા કરતા ઉદવહન સિંચાઇ યોજના કુકરમુંડા-નિઝર તાલુકા માટે ખુબ જ મહત્વની બાબત છે. એમ જણાવી તેમણે આ બાબતને અત્યંત ગંભીરતાથી કામગીરી કરવા અને કામગીરીમાં વધારે વિલંબ થતા નિયુક્ત કરેલ એજન્સીનો નેગેટીવ રીપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવા સંબંધિત વિભાગને સુચના આપી હતી.
આ સાથે સચિવશ્રી પી.સ્વરૂપએ ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ તાપી જિલ્લામાં ટીબીના દર્દીઓને પારખી તેઓનું યોગ્ય સ્ક્રીનીંગ અને સારવાર મળે તે સુનિશ્વિત કરવા જણાવ્યું હતું. તેમણે ટીબીના દર્દીઓને આપવામાં આવતી કીટ, દવાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે સંકલ્પ યાત્રા દરમિયાન વિવિધ યોજનાકિય મટીરીયલ પ્રદર્શિત કરી નાગરિકોને જાગૃત કરવા જણાવ્યું હતું.
૦૦૦૦૦