વ્યારા તાલુકાના કાનપુરા ખાતે તાપી જિલ્લાના પ્રભારી સચિવશ્રી પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ
વ્યારા તાલુકાકક્ષાના નવમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ
–
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાનપુરા ખાતે આવી પહોચતા ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે રથનું તથા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું
–
તાપી જિલ્લાના પ્રભારી સચિવશ્રી પી.સ્વરૂપના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ યોજના તથા સેવાસેતુના લાભાર્થીઓને લાભો વિતરણ કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦ વ્યારા તાલુકાના કાનપુરા ખાતે તાપી જિલ્લા પ્રભારી સચિવશ્રી પી.સ્વરૂપની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું.તથા વ્યારા તાલુકાકક્ષાના નવમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે પ્રભારી સચિવશ્રી પી.સ્વરૂપે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી છેવાડાના અંતિમ અને વંચિત માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૭ જેટલી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. કેંન્દ્ર અને રાજ્ય સરકારનો સીધે સિધો લાભ લોકોને મળે તથા એક પણ વ્યક્તિ યોજનાઓથી વંચિત ન રહે માટે ઉપસ્થિત અધિકારીઓ સરપંચશ્રીઓને અનુરોધ કર્યો હતો.
તાપી જિલ્લો આદીવાસી જિલ્લો છે.જેમાં સિકલ્સેલ અનેમિયા,ટીબી જેવા અનેક રોગો ગ્રામ્ય કક્ષાએ જોવા મળતા હોવાથી હેલ્થ ચેકઅપ જેવા કેમ્પોનો લાભ તમે એમ જણાવી આપણો હેતુ સરકારી યોજનાનો ૧૦૦ ટાકા સેચ્યુરેસન કરવાનો છે એમ ઉમેર્યું હતું.
વધુમાં કુપોષણ ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, અહિં પૈસાની જરૂર નહિ પરંતુ જાગૃતાની જરૂર છે. પોષણ અંગે લોકોને જાગૃત કરાવામાં આવશે તો કુપોષણ દુર કરી શકાશે. આવી વિવિધ યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી હતી.
વધુમાં આજે વ્યારા તાલુકા કક્ષાનો નવમાં તબકાના સેવાસેતું કર્યક્રમનો શુભારંભ થયો છે ત્યારે વિવિધ વિભાગોની ૫૬ જેટલી યોજનાઓના લાભો અહિંયા ઘર બેઠા મળે છે ત્યારે સેવાસેતુનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે આજે વિકસિત ભારત યાત્રા સહિત વ્યારા તાલુકા કક્ષાનો નવમાં તબકાના સેવાસેતું કર્યક્રમનો શુભારંભ થયો છે જેમાં ૧૩ વિભાગની ૫૬ જેટલી યોજનાઓના લાભો આપવા માટે આજે વહિવટી તંત્ર આવ્યું છે ત્યારે સૌએ તેનો લાભ ચોક્કસ લેવો જોઇએ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રીના ઉદબોધનની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ સાથે ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વર્ણવી હતી. ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સેવાસેતુના લાભાર્થીઓને લાભો વિતરણ કરાયા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ તથા મેડિલક હેલ્થ કેમ્પ તથા સેવાસેતુ કાર્યક્રમના વિવિધ સ્ટોલોનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવનું નિદર્શન પણ કરાયું હતું.
સખી મંડળની બહેનો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ થીમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને રાસાયણિયક ખાતરનો ઉપયોગ ટાળવા સંદેશ પાઠવ્યો હતો. શાળાના બાળકો દ્વારા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલીયા, વ્યારા પ્રાંત સાગર મોવલીયા, જિલ્લા પુરવઠા અધિકારી નેહા સવાણી, નાયબ ડી.ડી.ઓશ્રીતથા વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ ગ્રામપંચાયતના સરપંચશ્રીઓ, તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦