ડાંગ જીલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વારા વઘઇ ખાતે પ્રાકૃતિક ખેતી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ જીલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ (ડાંગ) દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષ ડો. સુબ્રોતોકુમાર રોય, આઈ.સી.એ.આર. અટારી, ઝોન-8, પુણે દ્વારા પ્રાકૃતિક ખેતીમાં નવી ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવતા થાય તે વિષય પર વિસ્તૃત માહિતી આપી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડાંગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીની કામગીરીની પ્રસંસા કરી હતી. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર્ના વડા ડો. જે. બી. ડોબરિયા દ્વારા આજના દિવસોમાં નેચરલ ફારમિંગનું મહત્વ વિશે સમજાવ્યું હતું. શ્રી હર્ષદ પ્રજાપતિ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા જીવામૃત અને ઘનજીવામૃતનું મહત્વ સમજાવ્યું તેમજ ડો. પ્રતીક પી. જાવિયા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા આચ્છાદનનું મહત્વ વિશે સમજાવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલ મહેમાન શ્રી ડો. જે. જે. પસ્તાગિયા સર તેમજ ડો. એચ. ઇ. પાટિલ સર દ્વારા હલકા ધાન્ય પાકોનું મહત્વ અને તેના મૂલ્યવર્ધનની વાત કરી. બાગાયત ખાતાના અધિકારી દ્વારા આંબાના વાવેતરમાં કાળજી રાખવા વિશે તેમજ આત્મા પ્રોજેકટના ડાયરેક્ટર શ્રી ભગરીયા સર દ્વારા પ્રાકૃતિક ખેતી માટેની ચાલતી યોજનાઓ વિશે માહિતી આપી.
કાર્યક્રમના અંતમાં ખેડૂતોને પ્રાકૃતિક પધ્ધતિ નિદર્શન, ફિલ્મ શો, ડેમો યુનિટ, ફાર્મ વિઝિટ વગેરે દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેથી ખેડૂતોને સરળતાથી સમજાય શકે. આ કાર્યક્રમમાં કુલ ૩૦૦ થી વધારે ભાઈઓ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો.