ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં બાળકોએ ખેડૂત દિવસની ઉજવણી કરી
Contact News Publisher
(વિજય પટેલ દ્વારા, ઓલપાડ) : આપણાં દેશનાં ખેડૂતોની તેમની મૂલ્યવાન સેવાઓ માટે પ્રશંસા કરવા માટે પ્રતિવર્ષ ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે ખેડૂતો દેશની તાકાત છે. ખેડૂતો વિના જીવન મુશ્કેલ છે. આપણે ખોરાક વિના જીવી શકતા નથી અને તેમાંનો મોટાભાગનો અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો જેવો ખોરાક ખેડૂતો જ ઉત્પાદિત કરે છે. ખેડૂતો વિના આપણું અસ્તિત્વ શક્ય નથી એમ કહેવું જરાય ખોટું નથી. આવો જગતનો તાત પ્રવર્તમાન સમયમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે ત્યારે આ બધી જ બાબતોને ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં બાળકોએ ખેડૂત દિવસે તાદશ્ય કરી હતી જે તસવીરમાં નજર પડે છે.