તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાનારા સ્પર્ધાત્મક પ્રિલિમનરી પરીક્ષા સંદર્ભે જાહેરનામું
પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા આશય સાથે નિવાસી અધિક કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.29 : તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તા.૭મી જાન્યુઆરી, ૨૦૨૪ રોજ ગુજરાત વહિવટી સેવા-૧, ગુજરાત મુલ્કી સેવા ૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા-૨ની પ્રિલિમનરી પરીક્ષા યોજાશે. પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તાપી દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
જાહેરનામા મુજબ આગામી તા.૦૭મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧.૦૦ કલાક સુધી તથા ૩.૦૦ થી ૬.૦૦ વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં અનઅધિક્રુત વ્યક્તિઓના પ્રવેશ પર કે ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા, કોઈ પણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર કે મોબાઈલ ફોન પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જવા, પરીક્ષાના સમય દરમ્યાન તેના ઉપયોગ પર કે લાઉડ સ્પીકર વગાડવા પર તથા એક કલાક પહેલાથી પરીક્ષા સમય દરમ્યાન ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
000