તાપી 108 ઇમરજન્સી સેવા 2023 ના વર્ષમાં જિલ્લાના 28166 લોકો માટે બની દેવદૂત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 108 ઈમરજન્સી સેવા છેલ્લા 16 વર્ષથી ગુજરાતના લોકો માટે જીવન સંજીવની સાબિત થઈ રહી છે છેલ્લા 16 વર્ષની અંદર 108 ઈમરજન્સી સેવા એ ઘણા લોકોના જીવ બચાવ્યા છે તાપી 108 ઈમરજન્સી સેવા ની વાત કરીએ તો 2023 ના વર્ષમાં તાપી 108 ઈમરજન્સી સેવા એ કુલ 28166 લોકોના જીવ બચાવ્યા છે તેમાં ખાસ કરીને સગર્ભાને લગતી ઇમરજન્સીના કેસ 7733 શ્વાસ લેવામાં તકલીફ પડવી 1473 હ્રદયને રોગને લગતા 1243,રોડ અકસ્માત ને લગતા 2575 કેસ ,પેટમાં દુખાવા ને લગતા 5671કેસ અને બાકીના અન્ય ઇમરજન્સીના કેસ આમ ટોટલ 28166 ઈમરજન્સી ને પ્રતિસાદ આપવામાં આવ્યો છે તાપી જિલ્લાની વાત કરીએ તો હાલ જિલ્લાની અંદર કુલ 15 જેટલી 108 ઈમરજન્સી સેવા તેના 65 જેટલા કર્મચારીઓ સાથે દિવસ અને રાત જોયા વગર લોકોની સેવામાં તત્પર અને તૈયાર રહે છે 108 ઇમરજન્સી સેવા તાપી 2023 માં ખરા અર્થમાં લોકો માટે જીવન સંજીવની સાબિત થઈ છે અને આવનારા વર્ષમાં પણ લોકો માટે આ સેવા અવિરત પણે પોતાનું યોગદાન આપતી રહેશે અને લોકોનો જીવ બચાવતી રહેશે આ અંગેની જાણકારી તાપી 108 ઇમર્જન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર એ આપી હતી.