રાષ્ટીય બાળ દિવસ નિમિત્તૈ વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લાના સહયોગ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો “સાહબજાદો” “બાબા જોરાવર સિંહજી “અને “બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં તા: 26 ડિસેમ્બરને “ રાષ્ટીય બાળ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના અનુસંધાને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમાં તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી માન.શ્રી રાકેશભાઈ શાહ ( કાચવાલા) અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત થયેલ. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રાર્થના વૃંદ દ્વ્રારા કરવામાં આવી ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભવોના કરકમળ હસ્તે દીપ પ્રજવલ્લિત કરવામાં આવ્યો. ત્યાર બાદ શાળાના આચાર્યશ્રી જયભાઈ વ્યાસ દ્વારા મહાનુભવોનું પુષ્પગુચ્છથી ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો.
કાર્યક્રમના મુખ્ય આયોજક તેમજ વ્યારાના અગ્રણી વકીલ મા. શ્રી કુલીનભાઈ પ્રધાન દ્વારા એમના વકતવ્યમાં શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહબજાદો બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી ની શહાદતને યાદ કરવામાં આવી અને આટલી નાની ઉમરમાં એમણે શહીદી વ્હોરી તે વિશે વિદ્યાર્થીઓને માહીતી આપવામાં આવી.

મુખ્ય મેહમાનશ્રી મલકિત સિંહજી દ્વારા વિગતવાર પ્રવચન કરવામાં આવ્યુ. શાળાના બાળકોને ઈતિહાસ વિષયે માહીતગાર કરવામાં આવ્યા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીએ દેશ માટે લડત ચલાવી તે વિશે તેમણે વિસ્તૃત માહીતી આપી જે થકી બાળકો નિંબધ સ્પર્ધામાં વિષયને અનુરૂપ લખાણ લખી શકે અને દેશના ઈતિહાસને જાણી શકે આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શાળામા શ્રી જગદીશભાઈ માયર અને શ્રી મલ્કીતસિંહ લોહીયા ઉપસ્થિત થયા તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટી વ્યારા શહેરના પ્રમુખ માન.શ્રી રાજુભાઈ રાણા તથા ભારતીય જનતા પાર્ટી વ્યારાના પૂર્વ પ્રમુખ માન.શ્રી કેયુરભાઈ શાહ ( કાચવાલા), ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા પ્રમુખ શ્રી અક્ષયભાઈ પંચાલ વ્યારા નગર યુવા મોરચા મહામંત્રી શ્રી સાહિલભાઈ ગામીત, વ્યારા નગર યુવા મોરચાના મંત્રી શ્રી ઋષિભાઈ નાયક શ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની અભીવૃધ્ધિ કરી વિજેતા વિદ્યાર્થીઓને વિવેકાનંદજીનું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યુ. શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમના અંતે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને વિરામ આપેલ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other