સોનગઢ તાલુકાના ખરસી અને ખાંજર ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
સોનગઢ તાલુકો: વિકસિત ભારત, સંકલ્પ યાત્રા
–
ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતે વિશેષ ઉપસ્થિતિ નોધાવી
–
મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો વિતરણ કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને તાપી જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજરોજ તાપીના જિલ્લાના સોનગઢ તાલુકાના ખરસી અને ખાંજર ગામે ગ્રામજનો દ્વારા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતે વિશેષ ઉપસ્થિતિ નોધાવી હતી
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત સહિત ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી પાડી હતી.તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ, નિરામય હેલ્થ કાર્ડ, એનિમિયા, સોઇલ હેલ્થ કાર્ડ, ટીબી કીટ, વ્હાલી દિકરી મંજુરી પત્ર સહિતની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાં તંદુરસ્ત બાળકને પ્રોત્સાહિત કરવા બાળકોને ફૃટ બાસ્કેટ આપવામાં આવી હતી.ગ્રામજનોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.
ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી. કાર્યક્રમનાં અંતે ડ્રોન નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજુ કરી સૌનું મનમોહી લીધું હતું. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ‘ધરતી કહે પુકાર કે નાટક’ રજુ થતા ઉપસ્થિત સૌ બાળકલાકારોની પ્રતિભાથી રોમાંચિત થયા હતા. મહાનુભાવોએ બાળકોનું મનોબળ વધારવા રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં પદાધિકારીઓ, સોનગઢ ટીડીઓશ્રી,મામલતદારશ્રી, સરપંચશ્રીઓ સહિત શાળાના શિક્ષકગણ અને ગામના સ્થાનિક આગેવાનો, લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000000