કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : કૃષિ એ માત્ર ખેતી જ કરવું નહિ પણ ખેતી સાથે નવતર પ્રયોગ અને ટેકનોલોજીનો સહારો પણ મહત્વનો છે. કૃષિ ટેકનોલોજી ડાંગના દરેક ખેડૂત સુધી પહોચાડવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ (ડાંગ) દ્વારા ટેકનોલોજી સપ્તાહનું આયોજન તા. ૧૮/૧૨/૨૦૨૩ થી ૨૨/૧૨/૨૦૨૩ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહમાં રંભાસ, જામલાપાડા, દગુનીયા, ગુંદીયા, મોહપાડા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જેવા કે જીવામૃત, ઘનજીવામૃત, અગ્નિસ્ત્ર, નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, આચ્છાદન અને વાપસા તેમજ નવસારી કૃષિ યુનિવર્સીટીના બાયોફર્ટીલાઈઝર, ઘાસ ચારાની જુવાર, ચણાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ, ડાંગર, નાગલી, વરી, બંટીના બિયારણ બાયપાસ ફેટ, મિનરલ મિક્ષ્ચર, મશરૂમ બિયારણ, હાથ કરબડી ખેતી અને પશુપાલનનો, હવામાન, તાપમાન, વરસાદ જેવી તકનીકો વિષે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત કૃષિને લગતા ફોલ્ડર વિતરણ, નિદર્શનો, ફિલ્મશો, ફાર્મ વિઝીટ, કિશાન ગોષ્ટી તેમજ કૃષિને લગતી પ્રાકૃતિક કૃષિની માહિતી આપવામાં આવી હતી. આ ટેકનોલોજી સપ્તાહના છેલા દિવસે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડૉ. જે. જે. પસ્તાગીયા (આચાર્યશ્રી કૃષિ મહાવિદ્યાલય,વઘઈ), સંજયભાઈ ભગરીયા (પ્રોજેક્ટ ડાયરેક્ટ આત્મા), શ્રી હર્ષદ પટેલ (જિલ્લા ખેતીવાડી અધિકારી,ડાંગ) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે. બી. ડોબરિયા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ તાલીમમાં ખેડૂત ભાઈઓ-બહેનોને સુધારેલા બિયારણનો ઉપયોગ કરવા અને નવસારી કૃષિ યુનિવર્સીટીની અલગ અલગ તકનીકોનો ડાંગના ખેડૂતો ઉપયોગ કરી આર્થિક ઉપાર્જન મેળવતા થાય એ માટે આહ્વાન કર્યું હતું. આ સપ્તાહ દરમિયાન ૨૫૦ થી વધુ ખેડૂતોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે. બી. ડોબરિયાના અને કે.વી.કે. વઘઈની સમગ્ર ટીમ દ્વારા સપ્તાહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other