કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા રામાનુજનની યાદમાં આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાયો. રામાનુજનની યાદમાં આજે વિધાકુંજ વિદ્યાલય સ્કુલ વિરપુર ખાતે જિલ્લા કક્ષાનો ગણિત વોર્કશોપ, વાઈબ્રન્ટ સાયન્સ સ્કુલ ખાતે ગણિત ક્વીઝ, પી.પી સવાણી સ્કુલ ખાતે ગણિત મેળો અને જે.બી. સ્કુલ ખાતે ગણિત સેમીનાર તારીખ : ૨૧ અને ૨૨ એમ કુલ બે દિવસ ગણિત મહોત્સવ રામાનુજનની યાદમાં ડાયરેક્ટર શ્રી કેતનભાઈ શાહ અને અન્ય તજજ્ઞો યોગેશભાઈ, અંકીતભાઈ, ડૉ. રેનુએ ઉપસ્થિત રહી જુદાજુદા કાર્યક્રમો જુદીજુદી શાળાઓમાં ઉજવવામાં આવ્યા હતા. જેમાં ભાગ લેનાર તમામ ૪૦૦ વિદ્યાર્થીઓ અને ૮૦ શિક્ષકોએ રસ પૂર્વક ભાગ લઇ આનંદ માણ્યો. ક્વીઝ પ્રદર્શન અને પઝલમાં ભાગ લેનાર તમામ બાળકોને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા રોકડ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. તમામ કાર્યક્રમમાં બાળકોને અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રામાનુજન ફિલ્મ પી.પી.ટી. દ્વારા બતાવવામાં આવી હતી. આમ તાપી જીલ્લામાં દરેક તાલુકા મથકે સાત કેન્દ્રો પર ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્વારા સુચારુ આયોજન કરી રંગેચંગે ગણિત મહોત્સવ ઉજવાયો હતો.