ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી તાપી જીલ્લા શાખા દ્વારા ફીઝીયોથેરીપી સેન્ટર, ડેન્ટલ વિભાગ અને કલીનીકલ લેબોરેટરીનુ ઉદ્ઘાટન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઈન્ડીયન રેડક્રોસ આપને આંગણે કાર્યક્રમ અંર્તગત એક વિશાળ અને યાદગાર સમારંભ વ્યારા ખાતે અગાઉ તા.૦૫/૦૩/૨૦૨૩ માં યોજાયો હતો. આ સમારંભમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાનો હાજર રહયા હતાં. શ્રી અજયભાઈ પટેલે તે દરમ્યાન ગુજરાતના દરેક જીલ્લામાં કલીનીકલ લેબોરેટરી, ડેન્ટલ વિભાગ અને ફીઝીયોથેરાપી સેન્ટર સ્થાપવાનું આહ્વાન કર્યુ હતું અને દરેક જીલ્લાઓ એ માટે સક્રિય યોગદાન આપે એવી પ્રબળ ઈચ્છા વ્યકત કરી હતી. તાપી જીલ્લા રેડક્રોસ સમીતીએ આ પડકાર ઝીલી ટૂંક સમયમાં તાપી જીલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.

આ બધી સેવાઓ સામાન્ય વ્યકિત માટે ખૂબ જ ખર્ચાળ અને મોંઘી હોવાથી સામાન્ય જનને રાહતદરે મળે એ આશયથી વ્યારા જુના બસ સ્ટેન્ડ પર કર્મયોગ બિલ્ડીંગમાં ફીઝીયોથેરાપી સેન્ટર અને ડેન્ટલ વિભાગનું તા.૧૪/૧૨/૨૦૨૩ ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તાપી જીલ્લા કલેકટર તથા તાપી જીલ્લા રેડક્રોસના પ્રેસિડેન્ટ શ્રી ડૉ. વિપિનભાઈ ગર્ગ તથા તાપી જીલ્લા વિકાસ અધિકારી શ્રી વ્યોમેશભાઈ શાહ ના વરદ હસ્તે આ પ્રકલ્પનો આરંભ કરવામાં આવ્યો. તે ઉપરાંત વ્યારા મેઈન રોડ પર આવેલ અપના બજારમાં કલીનીકલ લેબોરેટરીનું ઉદ્ઘાટન પણ સંસ્થાના દાતાઓ શ્રી નવિનભાઈ પટેલ અને શ્રી ગૌરાંગભાઈ વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ મંગળ પ્રસંગે સોનગઢના પ્રાયોજના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતાં અને સંસ્થા દ્વારા ઊંડાણના ગામોમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિ કરવા માટે મળેલી વાનનું એમના શુભ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. અગત્યની વાત એ છે કે આ તમામ વિભાગોમાં સામાન્ય જનને ખૂબ જ રાહતદરે સેવા આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં રેડક્રોસના હોદ્દારો, સભ્યો, અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મહેમાનોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *