સામુહિક આરોગ્ય કેન્દ્ર હિંદલા ખાતે “રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ” યોજાયો
સ્ટેટ બેક ઓફ ઇન્ડીયા(SBI) દ્વારા આયોજીત કાર્યક્રમમાં 200 કિશોરી એ લાભ લીધો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦- રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર હિંદલા ખાતે આજે તા.૨૦/૧૨/૨૦૨૩ બુધવારના રોજ “રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત પીઅર એજયુકેટર એવોર્ડ કાર્યક્રમ તેમજ મમતા-તરુણી દિનનું રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર હિંદલા તા.સોનગઢ જિ.તાપી અને સ્ટેટ બેક ઓફ ઇન્ડીયા(SBI) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 200 કિશોરી એ લાભ લીધો હતો. તમામ લાભાર્થીને આરોગ્ય શિક્ષણ,મેડિકલ એક્ઝામીનેશન,બેસ્ટ પીઅર એજ્યુકેટરને એવોર્ડ,તમામ કિશોરીઓને વિનામૂલ્યે સેનીટરી પેડ ,સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડોકટરી તપાસ અને તમામને અલ્પાહાર જેવી સેવા પૂરી પાડવામાં આવેલ હતી.આ કાર્યક્રમ આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત તાપી દ્વારા શિક્ષણ વિભાગ ,આઇ.સી.ડી.એસ. સોનગઢ,સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા-સુરત સહયોગથી કરવામાં આવેલ હતો.
જેમાં સ્ટેટ બેક ઓફ ઇન્ડીયા-સુરત તરફથી ચીફ મેનેજર શ્રી સુનિલ ભલ્લા, ડે.મેનેજર શ્રી રાજેશ કુમાર,ડૉ.મિતુલ શાહ,ડો.આશિષ ગામીત (સ્ત્રીરોગ નિષ્ણાંત), ડો.હેતલ સાદડીવાલા (તાલુકા હેલ્થ ઓફિસરશ્રી) ડો.પરિમલ પટેલ (તબીબી અધિકારી) RBSK આરોગ્ય ટીમ,આશાવર્કર આંગણવાડી વર્કર, આશ્રમશાળા હિંદલાની તરુણ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકગણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.રેફરલ હોસ્પિટલ હિંદલાના સ્ટાફે સમગ્ર ક્રાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦