પૂર્ણાશક્તિમાંથી હું વિવિધ વાનગીઓ બનાવીને ખાઉ છું : મારાં પોષણ સ્તરમાં વધારો થયો છે : કિશોરી જીજ્ઞાશા કોંકણી
“મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત પૂર્ણાશક્તિના ઉપયોગ થકી પોતાના જીવનમાં આવેલ અમૂલ્ય પરિવર્તન અંગે પોતાના પ્રતિભાવો રજુ કરતી ડોલવણ તાલુકાના રાયગઢની વતની કિશોરી જીજ્ઞાશા કોંકણી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાપી જિલ્લાના ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. ત્યારે “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત વિવિધ વિભાગોની યોજનાઓથી લાભાવિન્ત થયેલ અનેક લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજુ કરી લોકોને કેન્દ્ર- રાજ્ય સરકારની અનેક યોજનાઓનો લાભ લેવા પ્રોત્સહિત કરવાની સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાત રાજ્યના આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા કિશોરીઓને આરોગ્યપ્રદ અને નિરોગી બનાવવા માટે અનેક વિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તાપી જિલ્લાની દરેક આંગણવાડી કેન્દ્રોમાં શાળાએ જતી કે ના જતી ૧૪ થી ૧૮ વર્ષની કિશોરીઓને પૂર્ણાશક્તિ પેકેટ આપવામાં આવે છે.
ત્યારે આજે ડોલવણના રાયગઢ ગામે આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં પોતાના પ્રતિભાવો રજૂ કરતી કિશોરી જિજ્ઞાશા કોંકણીએ જણાવ્યું કે, હું સી. ડી. એસ. વિભાગની લાભાર્થી છું.સૌ પ્રથમ રાયગઢ આંગણવાડીમા મારી નોંધણી કરવામાં આવી હતી.ત્યારથી મારું દર મહિને વજન, ઊંચાઈ અને હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવે છે. આંગણવાડીમાં વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.આરોગ્યને લગતું પ્રાથમિક શિક્ષણ પણ પૂરું પાડવા આવે છે.
દર મહિનાના ચોથા મંગળવારે પૂર્ણાશકિતના પેકેટ આપવામાં આવે છે. જેમાંથી હું સુખડી, શીરો, થેપલા, મુઠીયા જેવી વિવિધ વાનગીઓ બનાવી રોજેરોજ ઉપયોગમાં લઈને મારા સ્વાસ્થ્યની કાળજી રાખું છું. જેમાથી મને જરૂરી માત્રામાં કેલેરી અને પ્રોટીન મળી રહે છે. પહેલા મારું હિમોગ્લોબીન ૯ ટકા હતું જ્યારથી હું પૂર્ણાશક્તિનો ઉપયોગ કરતી થઇ છું ત્યારથી મારું વજન પણ વધ્યું છે.હવે મારું હિમોગ્લોબીન ૧૧.૫ ટકા થયું છે અને મારા પોષણસ્તરમાં પણ વધારો થયો છે. મારા સ્વાસ્થ્યની ચિંતા કરવા બદલ હું સરકારશ્રીનો અને આંગણવાડી બહેનોનો ખુબ ખુબ આભાર માનું છું.
00000000