ત્રણ ટ્રકોમાં લઈ જવાતી ૪૫ ભેંશોને ઉગારી પાંચ આરોપીઓની અટક કરી ચારને વોન્ટેડ જાહેર કરતી સોનગઢ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આજરોજ I/C પોલીસ ઇન્સપેક્ટર શ્રી સોનગઢ પો.સ્ટે.ની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ સોનગઢ પોલીસ ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી આધારે પોલીસે ત્રણ ટ્રકોને રોકી હતી. જેમાં ચેક કરતા ભેંશોને અતિ ક્રુરતાપૂર્વક બાંધી ખાવા માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન રાખી તથા એક ઠેકાણેથી બીજા ઠેકાણે લાંબા અંતરે લઈ જવા ભેંસો માટે પ્રાથમિક સારવારના મેડીકલના સાધનો ન રાખી તથા ભેંસોને વહન કરી લઈ જવા માટે પાસ પરમીટની તથા સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટરનરી ઓફીસરના પ્રમાણપત્ર વગર વહન કરતા પકડાઇ ગયા હતા. આ આરોપીઓ આ ભેંશોને મહારાષ્ટ્ર રાજ્યના માલેગાંવ ખાતે કતલખાને મોકલી રહેલ હતા જેને સોનગઢ પોલીસ દ્વારા નવા RTO ચેક પોસ્ટ પાસે, સુરત ધુલીયા ને.હા.નં-૫૩, જાહેર રોડ ઉપર રોકી કુલ ૦૩ ટ્રકોમાંથી કુલ ૪૫ ભેંશોને બચાવી લેવાઇ છે. આમ ભેંશો કુલ નંગ-૪૫ જેની કિંમત રૂપિયા ૧૧,૨૫,૦૦૦/- તથા ટ્રકો નંગ-૦૩ જેની કિંમત રૂપિયા ૩૦,૦૦,૦00/- તથા મોબાઇલ નંગ-૦૩ જેની કિંમત રૂપિયા-૧૫,૦૦૦/- તથા અંગ ઝડતીના રોકડ રૂપિયા ૨૦,૮૦૦/- મળી તમામ મુદ્દામાલની કિંમત રૂપિયા ૪૧,૬૦,૮૦૦/- ના મત્તા કબજે કરેલ છે. જે બાબતે સોનગઢ પો.સ્ટે.મા ગુનો દાખલ કરવામા આવેલ છે. હાલ આગળની તપાસ ચાલુ છે.

અટક કરેલ આરોપીઓ

1.અમિનખાન અબુ મહમદ, ઉ.વ-૩૪, ધંધો-ડ્રાઇવર, રહે-ભરૂચ, L-18, ગોકુળ નગર, કાલી તલાવડી, તા.જી-ભરૂચ 2. રહિમ સલીમ પઠાણ, ઉ.વ-૩૨, ધંધો-ડ્રાઇવર, રહે-ભરૂચ, લીંબુ ચાપરી, ધોબી તળાવ. તા.જી-ભરૂચ. ૩. ફૈઝાન ઇમ્તિયાઝ મઠીયા. ઉ.વ-૧૯, રહે- વલણ. તા-કરજણ. જી-વડોદરા. 4.મોહસીન અહમદ વાંકા, ઉ.વ-૩૮, ધંધો-ડ્રાઇવર, રહે-દીવી, એ-૭૪, કોળી વાળુ ફળીયુ. તા- કરજણ જી-વડોદરા 5. સલીમ મુસા જમાદાર, ઉ.વ-૩૭, રહે-વલણ, તા-કરજણ, જી-વડોદરા

વૉન્ટેડ જાહેર કરેલ આરોપીઓ :-

6.આદિલ દિવાન, રહે-વલણ, તા-કરજણ, જી-વડોદરા જેનુ પુરુ નામ ખબર નથી. 7. સાજીદ ઉર્ફે રમઝાન યાકુબ સિંધી, રહે વલણ, તા-કરજણ, જી-વડોદરા 8.અકબર અફઝલ ટોપીવાલા, રહે-વલણ. તા-કરજણ, જી-વડોદરા (તોહ. 7 & 8 ભેંશો ભરી આપનાર) 9. ઈમરાન લિયાકત સિંધી હાલ રહે,માલેગાંવ તા.માલેગાંવ. જી.નાશિક (મહારાષ્ટ્ર) મુળ રહે,વલણ તા-કરજણ, જી- વડોદરા (ભેંશો મંગાવનાર)

કામગીરી કરનાર પોલીસ કર્મચારી

૧) UHC અનિલકુમાર રામચંદ્રભાઇ,

૨) PC ગોપાલકુમાર કાળુભાઇ.

3) PC રાજીશભાઇ ગોપાળભાઈ.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *