કે.વિ.કે. વઘઈ ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે નિદર્શન પધ્ધતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાક આયોજનની પ્રત્યક્ષ નિદર્શન દ્વારા તાલીમ
(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટી, વઘઈ દ્વારા વઘઈ તાલુકાના દગુનીયા ગામમાં અગત્યની કૃષિ તાંત્રિકતા પર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને શિયાળા પાકોની વાવણી-રોપણી અંગે વિસ્તૃત માહિતી શ્રી કશ્યપ પટેલ દ્વારા આપવામાં આવી. ડાંગને પ્રાકુતિક જિલ્લો જાહેર થયા બાદ રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને પહોચી વળવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક શ્રી બિપીન વહુનીયાએ ઓછા ખર્ચે પોતાના જ વિસ્તારમાં મળતી વનસ્પતિઓનો ઉપયોગ કરી પ્રાકૃતિક જંતુનાશક દવા કેવી રીતે બનાવી તેનું નિદર્શન વિષે માહિતી આપી. કેન્દ્રના વરિષ્ટ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જે.બી.ડોબરીયા જેમણે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકાય અને ખેતીમાં કયા કયા આધુનિક સાધનો ઉપયોગમાં લેવા તેના વિષે ખેડૂતોને માહિતગાર કરી ખેતી-પશુપાલન ક્ષેત્રે જાગૃતતા લાવવા હાકલ કરી હતી. ગામના સરપંચશ્રી હર્ષદભાઈ કે. ગાવિત દ્વારા આવાર-નવાર કાર્યક્રમ કરવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રના હવામાનશાસ્ત્રી શ્રી શ્રેયાંશ ચૌધરી દ્વારા કે.વી.કે. વઘઈ દ્વારા અઠવાડિયામાં બે વખત પ્રસારણ થતા હવામાન બુલેટીનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નીઅસ્ત્ર, ફિલ્મ શો, કૃષિ પ્રદર્શન, વ્યાખ્યાન, એક્ષ્પોસેર વિઝીટ વગેરે આયોજન કરી કૃષિ તાત્રીકતા સમજાવવામાં આવી હતી.
આ તાલીમમાં દગુનીયા ગામના ખેડૂત ભાઈઓ-બહેનોને સ્થળ પરજ નિદર્શનો દ્વારા બિયારણની ઓળખ કરાવીને તેમના ખેતી-પશુપાલન અને બાગાયનાં પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતો પણ તાલીમ લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈની મુલાકાત લેવા માટે ઉત્સાહ બતાવ્યો હતો. આભારવિધિ કરી તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી.