આયશર ટેમ્પોમાં ઇલેક્ટ્રોનીક્સ આયટમની આડમાં સંતાડીને લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી./ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ પી.આઈ.શ્રી આર. એમ. વસૈયા, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી, એલ.સી.બી. તથા પેરોલ- ફર્લો સ્ટાફના પોલીસ માણસો સાથે સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. બિપીનભાઈ રમેશભાઈને ખાનગી રાહે બાતમી મળેલ કે “ એક કથ્થઇ કલરના આઇસર ટેમ્પો નં.- MH-04-KU-7110 કે જેના આગળ પાછળના ભાગે અંગ્રેજીમાં નિહાર ટ્રાન્સપોર્ટ લખેલ છે તેમાં એક વ્યકિત મહારાષ્ટ્રના નવાપુર ખાતેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નવાપુરથી નીકળી સોનગઢ થઇ સુરત તરફ જનાર છે” જે બાતમી આધારે પોખરણ ગામની સીમમાં ને.હા.નં.૫૩ પર સોનગઢથી વ્યારા જતા ટ્રેક પર હોટલ ગ્રાન્ડ તુલસી સામે પોલીસે અલગ અલગ ટીમો બનાવી વોચમાં રહી સોનગઢ તરફથી બાતમીવાળો આયસર ટેમ્પો આવતા તેને રોકી લઇ ચેક કરતા તેમા ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ ભરેલ હોય આરોપી- (૧) વિકાસભાઇ પ્રકાશભાઇ કાપુરે, ઉ.વ.૨૧, રહે. સાવિત્રી બાઇ ફુલેનગર, રાહનાળ, ભિવંડી, જી.ઠાણે (મહારાષ્ટ્ર)એ પોતાના કબ્જાના આયશર ટેમ્પો નં.- MH-04-KU-7110, જેની આશરે કિં. રૂ. ૧૦,૦૦,૦૦૦/-માં ઇલેક્ટ્રોનીક્સ આયટમની બીલ્ટીની આડમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂના કુલ બોક્ષ-૨૫૨ માં સીલબંધ નાની મોટી કુલ બોટલો/ટીન નંગ- ૯૬૯૬ જેની કુલ કિં.રૂ. ૧૦,૮૭,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા, મોબાઇલ નંગ-૦૧, આશરે કિં.રૂ! ૫,૦૦૦/-, રોકડા રૂ! ૨,૪૧૦/- મળી કુલ્લે રૂ! ૨૦,૯૪,૬૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય છ (૬) આરોપીને વોન્ટેડ જાહેર કરી આ આરોપીઓ વિરૂધ્ધમાં ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી સોનગઢ પોલીસ સ્ટેશન કરી રહેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી આર.એમ. વસૈયા, એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ, અ.હે.કો. જગદિશ જોરારામ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિન્દ્ર મહેન્દ્રભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલ દિગમ્બરએ કામગીરી કરેલ છે.