કુકરમુંડા તાલુકાના ઉભદ અને ચિરમટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
નાગરિકોને પોતાના ઘરઆંગણે જ સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપતી તાપી જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૧૬: તાપી જિલ્લા સહિત સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે. આ યાત્રા થકી નાગરિકોને પોતાના ઘરઆંગણે જ સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી તથા લાભ મળી રહ્યાં છે. ત્યારે તાપી જિલ્લામાં આજરોજ કુકરમુંડા તાલુકાના ઉભદ અને ચિરમટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરાયુ હતુ.ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યર્કમો રજુ કરાયા હતા. આ સાથે મેડિકલ કેમ્પ તથા યોજનાકિય સ્ટોલ પ્રદર્શનનો લાભ સ્થાનિકોએ લઇ વિવિધ યોજનાના ફોર્મ ભર્યા હતા.
આ પ્રસંગે વિવિધ પદાધિકારી, અધિકારીઓ, કર્મચારીઓ,ગામના સરપંચશ્રી, તલાટી ક્રમ મંત્રીશ્રી, તાલુકા પંચાયત તમામ સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦