સ્પાર્ક ગાડીમાં વિદેશી દારૂની હેરફેર કરનાર પોલીસને જોઈ ગાડી મૂકી નસી છૂટ્યો : 1.27 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ એલ.સી.બી. પી.આઈ. શ્રી આર.એમ. વસૈયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, જે.બી. આહિર પોલીસ સ્ટાફના માણસો સાથે સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ માંડળ ટોલનાકા ખાતે વોચ/વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કીકાકુઇ ગામ તરફથી માંડળ ગામના પાટીયા તરફ એક વ્યકિત ગોલ્ડન કલરની શેવોલેટ સ્પાર્ક કાર નં.- GJ-05-CM-3951 ની મા વિદેશી દારૂ લઇને નીકળેલ હોવાની બાતમી મળતા” જે બાતમી આધારે સોનગઢ, માંડળ ગામથી નેશનલ હાઇવે નં.-૫૩ ઉપર નીકળવાના રોડ ઉપર વોચમાં હતા બાતમી વાળી સ્પાર્ક કાર આવતા કારના ચાલકે પોલીસના માણસોને જોતા થોડે દુર પોતાના કબ્જાની સ્પાર્ક કાર મુકી અંધારાનો લાભ લઇ નાશી છૂટ્યો હતો. આ કારની તપાસ કરતા કારમાં ડીકી, પાછળના ભાગે તથા આગળના ભાગે ખાખી કલરના પુંઠાના બોક્ષમાં ભારતીય બનાવટનો, અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ભરેલ હોય નાશી જનાર આરોપી શેર્વોલેટ સ્પાર્ક કાર નં. GJ-05-CM-3951 નો ચાલક જેના નામ સરનામાની ખબર નથી જેના કબ્જાની ગોલ્ડન કલરની શેવોલેટ સ્પાર્ક કાર નં.- GJ-05-CM-3951, આશરે કિં.રૂ! ૧,૦૦,૦૦૦/- માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો/ટીન નંગ- ૨૬૪ જેની કુલ કિં. રૂ! ૨૬,૪૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૬,૪૦૦/- ના પ્રોહી મુદ્દામાલ પકડી પાડી નાશી ગયેલ આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર ચાલક આરોપીઓ વિરૂધ્ધમાં ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
નાશી જનાર આરોપી શેર્વોલેટ સ્પાર્ક કાર નં. GJ-05-CM-3951 નો ચાલક જેના નામ સરનામાની ખબર નથી.
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. જગદીશ જોરારામ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તેમજ પેરોલ ફર્લો સ્કોડના અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.