કુકરમુંડા તાલુકાના આષ્ટા ખાતે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હર્ષભેર વધામણા કર્યા
તાપી જિલ્લાના છેવાડે પહોચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા
–
અંતરિયાળ ગામો સુધી પહોચી સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાઓથી સૌને અવગત કરતી તાપી જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.15: સમગ્ર દેશમાં આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લાના અંતરિયાળ ગામો સુધી પહોચી સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાઓથી સૌને અવગત કરી રહી છે.
મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા તાપી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો જન પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના કુકરમુંડા તાલુકાના આષ્ટા અને પીશાવર જેવા વિવિધ અંતરિયાળ ગામોમાં પરિભ્રમણ કરી સરકારશ્રીની યોજનાઓ અને લાભોથી ગ્રામજનોને લાભાન્વિત કરી રહ્યા છે.
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના આષ્ટા અને પીશાવર ખાતે ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઇ ગામીત સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હર્ષભેર વધામણા કર્યા હતા.
આ કાર્યક્રમમાં ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશેની વાત કરી હતી. વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ફિલ્મને લોકોએ રસપૂર્વક નિહાળી હતી તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી. તથા આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેમ્પનો લોકોએ કાર્યક્રમ સ્થળે જ લાભ લીધો હતો.
૦૦૦૦૦૦