કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ) અને GEDA, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ઉર્જા સંરક્ષણ ઉપર કાર્યશાળા યોજાઈ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે એક દિવસીય “ઉર્જા સંરક્ષણ” ઉપર કાર્યશાળાનું આયોજન કે.વી.કે, વઘઇ, ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી, ગાંધીનગર અને આગાખાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. નિકુલસીહ. એમ. ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી અને ખેડૂતોને વીજળી બચત અને સોલર ઊર્જા નુ ખેતી મા ઉપયોગ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યશાળા અંતર્ગત વિવિધ વ્યાખ્યાનોનું આયોજન કરી નવસારી તેમજ ડેડીયાપાડાથી વ્યાખ્યાન કર્તાઓને બોલાવવામાં આવ્યા હતા જેમાં ડો. મંજુશ્રી સિંગ,મદદનીશ પ્રાધ્યાપક, ન.મ. કૃષિ મહાવિધ્યાલય, ન.કૃ.યુ.,નવસારી દ્વારા “ગુજરાત ઉર્જા વિકાસ પરિચય અને ઊર્જા કાર્યક્ષમતા” વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું ત્યારબાદ ડો. સંદિપ એચ. સેંગર, ઇચા-પ્રિન્સીપાલ અને ડીન, સી.એ.ઈ.ટી, ડેડીયાપાડા દ્વારા “કૃષિમાં જળ સંરક્ષણનું મહત્વ” વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું ત્યારબાદ ડો. આલોક સિંગ, મદદનીશ પ્રાધ્યાપક અને એચ.ઓ.ડી-આર.ઈ.ઈ, સી.એ.ઈ.ટી, ડેડીયાપાડા “સોલાર રૂફટોપ યોજના” વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું.
કાર્યશાળામાં ઇલેક્ટ્રીક બાઇક, સોલર સંચાલિત સબમર્સિબલ પંપ તેમજ સોલર આધારિત વિવિધ વસ્તુઓના ડેમો ખેડૂતોને બતાવવામાં આવ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે.બી.ડોબરિયા તેમજ અન્ય સ્ટાફ દ્વારા લાઈવ વસ્તુઓ બતાવાનો પ્રયત્નો કર્યા હતા. આ કાર્યશાળામાં 67 થી વધારે ખેડૂત ભાઈઓ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો અને વીજળી ની બચત અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. કાર્યશાળા ના અંતે પ્રશ્નોતરી દ્વારા ખેડુતોના સોલર એનર્જી ને લગતા દ્વાર દરેક પ્રશ્નો નો ઉકેલ લાવ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other