પીએમએવાય યોજના અંતર્ગત પાકુ મકાન મળતા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા રાણીઆંબા ગામના લાભાર્થી
’મેરી કહાની મેરી ઝુબાની’-વ્યારા તાલુકો*l
–
કોઇ પણ ઋતુ હોઇ શિયાળો, ઉનાળો કે ચોમાસુ અમારૂ પરિવાર સુરક્ષિત છે. અમે ખુશી ખુશી સહપરિવાર અમારા પાકા મકાનમાં રહીએ છીએ.- પીએમએવાય યોજનાના લાભાર્થી મેહુલભાઇ ગામીત
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.14 : હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ ૨૨ જેટલી જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી કરવા તથા છેવાડાના ગામોને સો ટકા સુધી યોજનાઓના લાભ પહોચાડવા માટે સમગ્ર દેશ સહિત તાપી જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ચાલી રહી છે.
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ અંતર્ગત ‘મેરી કહાની મેરી ઝુબાની’ થીમ હેઠળ પોતાની સાફલ્યગાથા રજુ કરતા વ્યારા તાલુકાના રાણીઆંબા ગામના પીએમએવાય યોજનાના લાભાર્થી મેહુલભાઇ ગામીતે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી મેહુલભાઇ રવિન્દ્રભાઇ ગામીતે જણાવ્યું હતું કે, “અમે પહેલા કાચા મકાનમાં રહેતા હતા. ત્યાર બાદ અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા અમે પાકા મકાનનું બાંધકામ કર્યુ છે. અને અમને સરકારશ્રી તરફથી એક લાખ વીસ હજારનો લાભ મળ્યો છે. હવે કોઇ પણ ઋતુ હોઇ શિયાળો, ઉનાળો કે ચોમાસું અમે સુરક્ષિત છીએ. અમે ખુશી ખુશી સહપરિવાર અમારા પાકા મકાનમાં રહીએ છીએ. અમે સરકારશ્રીના આભારી છીએ.”
૦૦૦૦