નિઝર તાલુકામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ને વ્યાપક જનપ્રતિસાદ : વહિવટી તંત્રની કામગીરી પ્રસંશાપાત્ર

Contact News Publisher

નિઝર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સફળ પૂર્ણાહુતી
—–
વ્યાવલ ગામના વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડીને સંકલ્પ યાત્રા સંપન્ન થઈ

—–

વિકસિત ભારત સંકલ્પ યાત્રા ૧૧ દિવસ સુધી ફરી : ૧૦૬૪૧ ગ્રામજનો યોજનાકીય માહિતીથી લાભાન્વિત થયા
—-
૩૬૪૭ ગ્રામજનોએ વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો : ૧૪૬૭ ગ્રામજનોએ ટીબી અને ૧૮૬૬ ગ્રામજનોએ સિકલસેલ એનિમિયાની તપાસ કરાવી
—-
યાત્રા દરમિયાન ૧૦૭૧ ગ્રામજનોને સ્થળ પર આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો

નિઝર તાલુકાના ગામેગામ ભ્રમણ કરતી સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ કુમકુમ તિલકથી ઉષ્માભેર સ્વાગત કર્યુ
—–
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.૧૩: જનકલ્યાણની ભાવનાને અગ્રતા આપીને સરકારની પ્રત્યેક યોજનાઓની માહિતી અને લાભો લઈને નિઝર તાલુકાના ગામેગામ ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની વ્યાવલ ગામે સફળ પૂર્ણાહુતી થઈ હતી.

વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ વિકાસ તેમજ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો, ખેડૂતો, મહિલાઓ, યુવાનોના સર્વાંગી વિકાસને વિશેષ મહત્વ આપ્યું છે. ત્યારે નિઝર તાલુકાના ગ્રામજનોના સર્વાંગી વિકાસ કરીને નિઝર તાલુકાને વિકસિત બનાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ૦૨ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ પ્રારંભ થયો હતો. આ યાત્રા સતત ૧૧ દિવસ સુધી તાલુકાના ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે પહોંચીને યોજનાકીય લાભોના મીઠા ફળ ચખાડ્યા છે. નિઝર તાલુકાના કુલ ૧૦૬૪૧ જેટલા લોકો સુધી પહોંચવામાં આ સંકલ્પ યાત્રાને સફળતા મળી છે. ૧૨ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ વ્યાવલ ગામે આવી પહોંચેલી આ સંકલ્પ યાત્રા ગ્રામજનોના વ્યાપક પ્રતિસાદ સાથે સંપન્ન થઈ હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાને નિઝર તાલુકામાં ભારે પ્રતિસાદ મળ્યો છે. અંદાજિત ૧૦૬૪૧ લોકો આ સંકલ્પ યાત્રા સાથે જોડાયા હતા. જેમાં ૫૩૯૭ પુરુષો અને ૫૧૪૪ મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા. નોંધનીય છે કે, પુરુષોની સરખામણીમાં મહિલાઓની સહભાગીદારી વિકસિત ભારતના સંકલ્પને વહેલીતકે હાંસલ કરવાના સંકેત આપી રહી છે.

આ દરમિયાન ૩૬૪૭ ગ્રામજનોએ આરોગ્ય કેમ્પની મુલાકાત લીધી હતી. જેમાંથી ૧૪૬૭ ગ્રામજનોએ ટીબી અને ૧૮૬૬ ગ્રામજનોએ સિકલસેલ એનિમિયાની તપાસ કરાવી હતી. વિશ્વની સૌથી મોટી આરોગ્ય સહાય પુરી પાડતી “આયુષ્માન ભારત યોજના” કાર્ડનો ૧૬૯૧ ગ્રામજનોને સ્થળ પર લાભ મળ્યો હતો. જેમાંથી ૧૦૭૧ ગ્રામજનોને મહાનુભાવોના હસ્તે કાર્યક્રમ દરમિયાન આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા. ઉપરાંત, ૨૨૦ લોકોએ ઉજ્જવલા યોજનાનો લાભ લીધો હતો.

વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ વિકાસને પાયાથી મજબુત કરીને વિકસિત ભારતની દિશામાં માર્ગ કંડાર્યો છે. ત્યારે તાપી જિલ્લાના નિઝર તાલુકાના ૨૦ જેટલી ગ્રામ પંચાયતો તથા ગામેગામ ભ્રમણ કરીને આ સંકલ્પ યાત્રાએ વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે યોજનાકીય માહિતી અને લાભના મીઠા ફળ પહોંચાડ્યા છે.

નોંધનીય છે કે, સરકારની વિવિધ યોજનાઓના કારણે હજારો કુટુંબો તેમજ વ્યક્તિગત જીવનમાં આમુલ પરિવર્તન આવ્યા છે. આ તકે નિઝર તાલુકાના જે તે ગામે સંકલ્પ રથ પહોંચતા કુલ ૫૦ જેટલા સ્થાનિક લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ પોતાની સફળ વાર્તાઓને ગ્રામજનો સમક્ષ રજૂ કરીને અન્ય ગ્રામજનોને પણ સરકારની યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. નિઝર તાલુકામાં ૨૦ ગ્રામપંચાયતોને ઓડીએફ પ્લસ તરીકે જાહેર કરી મહનુભાવોના હસ્તે અભિનંદન પત્ર તેમજ આરોગ્ય સિધ્ધિ માટે અભિલેખા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other