આવતીકાલ તા.૧૪મી ડિસેમ્બરે તાપી જિલ્લાના કુકરમુંડા, વ્યારા, ડોલવણ, વાલોડ, ઉચ્છલ અને સોનગઢ તાલુકાના વિવિધ ગામે યોજાશે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’
તાપી જિલ્લો: “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દિન-૧૫
—
કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓના લાભાર્થીઓને કરાશે લાભાન્વિત
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :. તા.૧૩: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને તાપી જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજે તા.૧૪મી ડિસેમ્બરના રોજ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તાપી જિલ્લાના તાપી જિલ્લાના કુકરમુંડા, વ્યારા, ડોલવણ, વાલોડ, ઉચ્છલ અને સોનગઢ તાલુકાના વિવિધ ગામે યોજાશે.
જેમાં વ્યારા તાલુકાના લખાલી અને ઝાંખરી ગ્રામ પંચાયત, ડોલવણ તાલુકાના અંધારવાડીદુર અને પીઠાદરા ગ્રામ પંચાયત, વાલોડ તાલુકાના ગોડધા અને અંધાત્રી ગ્રામપંચાયત, ઉચ્છલ તાલુકાના મોહીની ગ્રામપંચાયત, સોનગઢ તાલુકાના વાગદા અને ખેરવાડા ગ્રામ પંચાયત અને કુકરમુંડા તાલુકામાં આષ્ટા અને પિશાવર ગ્રામ પંચાયતને આવરી લેતા રથના માધ્યમથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દ્વારા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોચાડવાની સાથે સ્થળ પર જ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરાશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનશ્રીનો વિડીયો સંદેશ તથા લાભાર્થીઓને વિવિધ સહાય અને સરકારશ્રીની યોજનાઓની જાણકારી આપવામાં આવશે.
આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં સૌને જોડાવા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરજનતાને ખાસ અનુરોધ કરાયો છે.
૦૦૦