વિકસિત ભારત સંકલ્પ યાત્રાને કુકરમુંડા તાલુકાના ફુલવાડીના ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો

Contact News Publisher

સંકલ્પ રથ પહોંચી વંચિત લાભાર્થીઓ સુધી : ગ્રામજનોને મળ્યો હાથોહાથ યોજનાકીય લાભ

વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનો સંકલ્પબ્ધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૩ : કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પ્રથમ દિવસે જ ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. આ તકે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ ફ્લેગશીપ યોજનાની માહિતી અંગે શોર્ટફિલ્મ નિહાળી હતી. વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનોએ સામુહિક શપથ લીધા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. મેરી કહાની, મેરી જુબાની હેઠળ સ્થાનિક લાભાર્થીઓએ પણ યોજનાના લાભથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની સફળવાર્તા ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી.

આ તકે ગ્રામજનોએ કાર્યક્રમના માધ્યમથી આરોગ્ય અને આંગણવાડી દ્વારા ઉભા કરાયેલા કેમ્પનો લાભ લીધો હતો. ગ્રામજનોને નુકકડ નાટકના માધ્યમથી પર્યાવરણના રક્ષણ માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નિઝરપ્રાંત અધિકારી, ટીડીઓશ્રી, મામલતદારશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સ્થાનિક અગ્રણીશ્રી, સરપંચશ્રી, ગામના આગેવાનો, સંબંધિત વિભાગના કર્મચારીશ્રીઓ,શાળાના બાળકો સહિત લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other