રોજની રોજ મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારો માટે ડાંગ જિલ્લામાં જિલ્લા બહારના સેવાભાવી મંડળો પણ મદદે આવ્યા
Contact News Publisher
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી માં ફસાયું છે ત્યારે ડાંગ જિલ્લા માં રોજ નું રોજ મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારો પાસે જ્યારે લોક ડાઉન ના સમયે ભોજન માટે અનાજ ની કીટ ની જરૂર જણાતા ડાંગ જિલ્લા ના લોકો માટે નવસારી ઓમ સાંઈ સેવા ટ્રસ્ટ દ્વારા સુરખાઇ સાઈકૃપા યુવક મંડળ અને ડાંગ ના સેવા માં જોડાયેલ યુવાનો ની ટીમ દ્વારા જરૂરીયાતમંદોને કિટનું વિતરણ વ્યવસ્થા ગોઠવી ૧૨૫ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કીટ માં ચોખા ૫ કિલો,દાળ ૧ કિલો,તેલ ૧ લીટર, બટાકા ૨ કિલો,કાંદા ૧ કિલો, મીઠું ૧ કિલો,હળદર, મસાલો,વગેરે કરિયાણા ની ચીજ વસ્તુઓ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું