નિઝર તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન
નિઝર તાલુકાના પીપલોદ અને વ્યાવલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું
–
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના ગામો સુધી પહોંચાડી નિઝર તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા હર્ષ ઉલ્લાશથી સંપન્ન થઇ
–
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) ; તા.૧૨ ૧૫ નવેમ્બરથી દેશ-રાજ્યભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું તાપી જિલ્લાના નિઝર તાલુકાના પીપલોદ અને વ્યાવલ ગામે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃતતા ફેલાવી લાભાર્થીઓને ઘર આંગણે યોજનાના લાભોનું વિતરણ કરાયું હતું. આ સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો નિઝર તાલુકાના છેવાડાના ગામો સુધી પહોંચાડી નિઝર તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા હર્ષ ઉલ્લાશથી સંપન્ન થઇ હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં હતી.
ઉપસ્થિત સૌએ વિકસિત ભારત નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી, તેમજ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સફળતાની વાતો ‘મેરી કહાની મેરી જુબાની’ થીમ હેઠળ રજુ કરી હતી.
વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામા આવ્યા હતા. ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે નિઝર મામલતદારશ્રી,સરપંચશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ,શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000