સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લા કક્ષા,તાલુકાકક્ષા અને નગરપાલિકાકક્ષાએ વિવિધ સ્થળોએ સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન
રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવા નવતર અભિગમ :-સૂર્ય નમસ્કાર મહા અભિયાન
–
સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪ ભાગ લેવા માટે https://snc.gsyb.in ઉપર રજિસ્ટેશન કરવાનું રહશે
–
રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇઓ અને બહેનોને રૂા. ૨,૫૦,૦૦૦, દ્વિતીયને રૂા.૧,૭૫,૦૦૦ અને તૃતિય વિજેતાને રૂા. ૧ લાખ રોકડ પુરષ્કાર અપાશે : તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ અપાશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૦૯: રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા કક્ષા,તાલુકાકક્ષા અને નગરપાલિકાકક્ષાએ વિવિધ સ્થળોએ સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધામાં જોડાવા માટે રજીસ્ટ્રેશન લીંકઃ https://snc.gsyb.in પર દિન ૭ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે. તા.૧૯ ડિસેમ્બરના રોજ શાળાકક્ષાએ, તા.૨૩મીએ તાલુકા અને નગરપાલિકાકક્ષાએ તથા તા.૨૬મીએ જિલ્લા કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે. જયારે તા.૩૦/૧૨/૨૦૨૩ના રોજ રાજયકક્ષાએ સ્પર્ધા યોજાશે.
સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે. જેમાં ગ્રામ્ય/શાળા/વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧, તાલુકા/નગરપાલિકા/ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂા. ૧૦૦૦ તેમજ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનોને રૂા. ૨૧,૦૦૦/-દ્વિતિય ભાઇ અને બહેનોને રૂા.૧૫,૦૦૦/-અને તૃતિય ભાઇ અને બહેનોને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરષ્કાર આપવામાં આવશે.
રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનોને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્વિતીય ભાઇ અને બહેનોને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનોને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.તથા વિજેતાઓને આપવાની થતી રોકડ રકમ ચેક સ્વરૂપે ડીબીટીના માધ્યમથી તેઓના ખાતામાં જમાં કરવામાં આવશે.
તાલુકા અને નગરપાલિકા કક્ષા સ્પર્ધાના સ્થળ તેમજ સબંધિત કન્વીનરશ્રીઓની વિગત:
વ્યારા તાલુકા અને વ્યારા નગરપાલિકાકક્ષાની સ્પર્ધા માટે સંગીતાબેન ચૌધરી મો.૯૨૬૫૨૪૮૨૭૮ શ્રીમતિ કે.કે.કદમ કન્યા વિદ્યાલય વ્યારા, તથા સોનગઢ તાલુકા અને નગરપાલિકાકક્ષાની સ્પર્ધા આશિષભાઇ ગામીત, મો.૯૮૯૮૮૨૭૩૪૯, સાર્વજનિક હાઇસ્કુલ, સોનગઢ, તેમજ ઉચ્છલ તાલુકામાં સરોજબેન ચૌધરી મો.૯૫૮૬૮૪૭૯૨૮ મોડેલ સ્કુલ વડપાડાનેસુ, વાલોડ તાલુકામાં સચિન ભાટીયા મો.૯૨૨૮૩૧૧૫૦૧ માનવ મંદિર ઉ.બુ. વિદ્યાલય, વિરપોર, ડોલવણમાં રાજેશભાઈ ચૌધરી મો.૯૮૨૫૯૯૦૦૧૧ વિવિધલક્ષી હાઈસ્કુલ ડોલવણ, નિઝર તાલુકામાં ગુલસિંગભાઈ ચૌધરી મો.૯૫૮૬૩૯૩૦૩૫ મોડેલ સ્કુલ નિઝર, ,કુકરમુંડા તાલુકામાં રવિન્દ્રભાઇ ભોઇ મો.૮૮૪૯૩૩૪૦૪૨ પ્રાથમિક શાળા, કુકરમુંડા, , ને કન્વીનર તરીકે પસંદગી કરવામાં આવી છે.
જ્યારે જિલ્લા કક્ષાના આગામી તા.૨૬.૧૨.૨૦૨૩ની સ્પર્ધા આર્ટ્સ & કોમર્સ કોલેજ વ્યારા ખાતે યોજાશે આ સ્પર્ધામાં વધુમાં વધુ નાગરિકોને ભાગ લેવા જિલ્લા તંત્ર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી તાપી દ્વારા અખબારી યાદીમાં અનુરોધ કરાયો છે.
00000