દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.વ્યારા વિભાગીય કચેરી દ્વારા સુધી “વીજ સલામતી જાગૃતિ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ હાથ ધરાઇ
વ્યારા શહેરમાં લોકોમાં વીજ સલામતી અને વીજ બચતની જાગૃતિ માટે વીજ સલામતી રેલી યોજાઇ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૦૯: દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.વ્યારા વિભાગીય કચેરી દ્વારા તાપી જીલ્લાના ગ્રાહકો તથા લોકો વીજ સલામતી બાબતે જાગૃત બને તે માટે ગત તા.૦૪.૧૨.૨૩ થી ૧૦.૧૨.૨૩ સુધી “વીજ સલામતી જાગૃતિ સપ્તાહ”ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે તાપી જીલ્લાના કુલ સાત તાલુકામાં વિદ્યાર્થીઓ,શિક્ષકો અને તેમના થકી સમગ્ર વિસ્તાર વીજ સલામતી બાબતે જાગૃત બને તે આશયથી શાળઓમાં વીજ સલામતી સંદર્ભે ચિત્રકામની સ્પર્ધા યોજવામાં આવેલ હતી અને જેમાં કુલ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધે હતો તમામને વીજ સલામતી બાબતે પુરતી માહિતી પણ આપવામાં આવેલ હતી. સારી સ્પષ્ટ રજૂઆત વાળા તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા.તેમજ ૫૦ જેટલા વીજ કર્મચારીઓના બાળકોએ પણ ચિત્રકામની સ્પર્ધામાં ભાગ લીધેલ હતો.
વધુમાં ગત તા.૦૮.૧૨.૨૩ ના રોજ વ્યારા શહેરમાં લોકોમાં વીજ સલામતી અને વીજ બચતની જાગૃતિ માટે વીજ સલામતી રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ ૬૫ જેટલા વીજ કર્મીઓ તથા અધિકારીઓએ ભાગ લીધેલ હતો.સદર રેલીમાં માનવંતા ગ્રાહકો,લોકોને વીજ સલામતી અને વીજ બચત માટેના પેમ્પલેટ પણ આપવામાં આવેલ હતા.આ સાથે નિઝર અને કુકરમુંડા તાલુકામાં પણ વીજ સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૫થી વધુ જેટલા વીજ કર્મીઓ,અધિકારીઓએ સહિત ગ્રામજનો ભાગ લીધો હતો. આવનાર પેઢી આ બાબતે વધારે જાગૃત થાય તે માટે ડીપ્લોમાં કોલેજ વ્યારા અને આર્ટસ-કોમર્સ કોલેજ સોનગઢ ખાતે વીજ સલામતી બાબતે સેમીનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
સમગ્ર સમપ્તાહની ઉજવણીનું આયોજન સુચારુ રૂપે કરવા પાછળ વ્યારા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર શ્રી એમ.એસ.પટેલનું સચોટ માર્ગદર્શનને અને ડીજીવીસીએલની સમગ્ર ટીમને આભારી છે.
0000