૩૦મી નવેમ્બરથી ડોલવણ, વાલોડ, અને સોનગઢ તાલુકાના વિવિધ ગામોમા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો ભવ્ય શુભારંભ થશે
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જિલ્લો તાપી’
–
ડોલવણ તાલુકાના ગડત અને ઉમરવાવ નજીક ગામથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ થશે:
–
વાલોડ તાલુકાના બેડકુવા અને ધામોદલા ગામથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ થશે:
–
સોનગઢ તાલુકાના ઘાસીયામેઢા અને પાંચપીપળા ગામથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ થશે:
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા:૨૯: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર : ‘જનજાતીય ગૌરવ દિવસ’થી દેશ સમસ્તમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે. જે મુજબ આદિજાતિ બહુલ વસતિ ધરાવતા તાપી જિલ્લામા પણ આ યાત્રાનો પ્રારંભ આજરોજ તા.૩૦મી નવેમ્બરથી ડોલવણ, વાલોડ અને સોનગઢ તાલુકાના વિવિધ ગામોમાંથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ થશે.
તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘડી કઢાયેલા કાર્યક્રમ અનુસાર, તાપી જિલ્લામાં તમામે તમામ ૨૯૬ પંચાયતોને આવરી લેતા ત્રણ જેટલા રૂટના સથવારે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દ્વારા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓની માહિતી પહોચાડવામા આવશે.
જે મુજબ તા.૩૦/૧૧/૨૦૨૩ના રોજ ડોલવણ તાલુકાના ગડત ગામના આશ્રમ શાળા ખાતેથી સવારે ૧૦ વાગ્યે અને ઉમરવાવ નજીક ગામથી બપોરે ૦૨.૩૦ વાગ્યેથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પ્રસ્થાન કરશે. ડોલવણ તાલુકાના નોડલ તા.વિ. અધિકારીશ્રી વિ.એન.ડોડીયા અને રૂટના નોડલ અધિકારી તરીકે વિ.અધિકારી પંચાયત ડોલવણ શ્રીમતી આર.ડી.ચૌધરી (સંપર્ક નંબર:૯૨૬૫૨૬૪૬૪૭ની નિયુક્તિ કરવામાં આવી છે.
તે જ રીતે વાલોડ તાલુકાના બેડકુવા ખાતે સવારે ૧૦ વાગ્યે અને ધામોદલા ગામ ખાતે બપોરે ૦૨.૩૦ વાગ્યેથી યાત્રા પ્રસ્થાન કરશે. વાલોડ તાલુકાના નોડલ તા.વિ.અધિકારીશ્રી ડી.ડી.પટેલ અને રૂટ નોડલ અધિકારી તરીકે વિ.અધિકારી પંચાયત વાલોડ શ્રીમતી ડી.કે.ચૌધરી (સંપર્ક નંબર:૯૫૩૭૧૧૫૨૮૩ની નિયુક્તિ કરવામાં આવી છે.
તથા સોનગઢ તાલુકાના ઘાસીયામેઢા ગામ ખાતે સવારે ૧૦ વાગ્યે અને પાંચપીપળા ગામ ખાતે બપોરે ૦૨.૩૦વાગ્યેથી યાત્રા પ્રસ્થાન કરશે. સોનગઢ તાલુકાના નોડલ તા.વિ.અધિકારીશ્રી ડી.ડી.ગાવીત અને રૂટ નોડલ અધિકારી તરીકે શ્રીમતિ પી.બી.ગામીત વિ.અધિકારી પંચાયત સંપર્ક નંબર:૮૭૮૦૮૧૨૬૮૦ની નિયુક્તિ કરવામાં આવી છે.
આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં સૌને જોડાવા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરજનતાને ખાસ અનુરોધ કરાયો છે.
૦૦૦