ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં Astronomy વર્કશોપનું સફળ આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : અમેરીકન ઇન્ડિયા ફાઉન્ડેશન અને L & T નાં સહયોગથી ચાલતા ડિજિટલ ઇક્વિલાઈઝર પ્રોગ્રામ હેઠળની ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની 4 શાળાઓ અસ્નાબાદ પ્રાથમિક શાળા, લવાછાચોર્યાસી પ્રાથમિક શાળા, પિંજરત પ્રાથમિક શાળા અને શારદા વિદ્યાલયમાં ગતરોજ Astronomy વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદની ટીમ ખાસ હાજર રહી હતી.
ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે તાલુકાની લવાછાચોર્યાસી પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહીને બાળકોને આકાશદર્શન બાબતે પ્રેરિત કર્યા હતાં. આ દરમિયાન બાળકોએ ઊંડાણપૂર્વક બ્રહ્માંડ વિશે માહિતી મેળવી આકાશદર્શનને લગતી અવનવી કૃતિઓ જેવી કે ચંદ્રની કળાઓ, સૂર્ય ઘડી, બોકસ ટેલિસ્કોપ વગેરેની રચના કરી હતી. રાત્રિ દરમિયાન બાળકો ઉત્સાહપૂર્વક ટેલિસ્કોપનાં માધ્યમ થકી તારાઓ, તારામંડળો, ઉપગ્રહો, ગુરુ અને શનિ જેવાં ગ્રહોને નિહાળી રોમાંચિત થયા હતાં. આ તકે સૌ વિશેષ ખગોળીય માહિતી પ્રદાન કરવામાં આવી હતી. અંતે ચારેય શાળાઓ દ્વારા AIFનાં કો-ઓર્ડિનેટરોનો કાર્યક્રમનાં ઉમદા આયોજન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other