હાંસોટ નગરની દરુ ખડકી ખાતે ગાયનાં છાણથી ગોવર્ધન પર્વત બનાવીને તેની પૂજા કરાઈ
Contact News Publisher
(વિજય પટેલ દ્વારા, ઓલપાડ) : હિંદુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું વિશેષ મહત્ત્વ છે. ગોવર્ધનની પૂજા એટલે પ્રકૃતિની પૂજા. વિદ્વાનો એવું માને છે કે કારતક સુદ એકમનાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગિરીરાજજીને ધારણ કર્યાં હતાં. આ દિવસે ગાયનાં છાણથી ગોવર્ધન પર્વત બનાવીને તેની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તો કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા માટે વિવિધ કાર્યો કરતાં હોય છે. જે અનુસાર યથાશક્તિ ઘરમાં જે પ્રસાદ બને તે અન્ય સુધી પહોંચાડવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે એવી પણ એક માન્યતા છે. આવી માન્યતાઓ વચ્ચે ખૂબજ પૂજ્યભાવ સાથે છાણ-માટીથી ગોવર્ધનજીનું કરેલ સ્થાપન હાંસોટ નગરની દરુ ખડકી ખાતે કેમેરામાં કેદ થયું હતું.