માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો વિષય પર બે દિવસીય તાલીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર દ્વારા, બે દિવસીય તાલીમ “માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” આયોજન તારીખ ૦૭-૦૮ નવેમ્બર,૨૦૨૩ ના રોજ તાપી જિલ્લાના મલંગદેવ ગામમાં કરવામા આવ્યુ. સદર કાર્યક્રમમાં શ્રીમતી પ્રીતિબેન ગામીત સોનગઢ તાલુકા પ્રમુખ મુખ્ય મેહમાન, શ્રીમતી વનીતાબેન ગામીત સરપંચ શ્રી ઓટા અને ગામીત અમરસિંહભાઈ ડેપ્યુટી સરપંચ શ્રી મલંગદેવ જુથ ગ્રામ પંચાયત તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈ ના વડા ડો. સ્મિત લેન્ડે હજાર રહેલ હતા. ડો. સ્મિત લેન્ડે અને એમની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાણગિયો બનાવમાં આવશે. સદર તાલીમ ખરેખર અત્રેના વિસ્તારના બહનો માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદા કારક થશે.