સોનગઢ પોલીસે કુલ ૪ ટ્રકોમાં કતલખાને લઈ જવાતી 69 ભેંશોને ઉગારી લીધી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી, તાપીએ ગુજરાત રાજ્યમાંથી અન્ય રાજ્યો ખાસ કરીને મહારાષ્ટ્ર ખાતે થતી પશુઓની ગેરકાયદેસર હેરાફેરી રોકવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મુજબ પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢના માર્ગદર્શન હેઠળ આજરોજ સોનગઢ પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન મળેલ બાતમીના આધારે પોલીસે ચાર ટ્રકોને રોકી ચેક કરતા ચારેય ટ્રકોમાં ભેંશોને અતિ ક્રૂરતા પુર્વક બાંધી, ભેંસોને વહન કરી લઈ જવા માટે પાસ પરમીટની તથા સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટરનરી ઓફીસરના પ્રમાણપત્ર વગર વહન કરતા પકડાઇ ગયા હતા. આરોપીઓ આ ભેંશોને મહારાષ્ટ્ર રાજ્યના માલેગાંવ ખાતે કતલખાને મોકલી રહ્યા હતા જેને સોનગઢ પોલીસ દ્વારા ઓટા ગામની સીમમાં, ત્રણ રસ્તા ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસે રોકી કુલ ૦૪ ટ્રકોમાંથી કુલ ૬૯ ભેંશોને બચાવી લેવાઇ હતી. આમ ભેંશો કુલ નંગ-૬૯ જેની કિંમત રૂપિયા ૧૭,૨૫,૦૦૦/- તથા ટ્રકો નંગ-૦૪ જેની કિંમત રૂપિયા ૩૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૭ જેની કિંમત રૂપિયા-૩૦,૫૦૦/- તથા અંગ ઝડતીના રોકડ રૂપિયા ૪૨૦૦/- મળી તમામ મુદ્દામાલની કિંમત રૂપિયા ૫૨,૫૯,૭૦૦/- ના મત્તા કબજે કરેલ છે. જે બાબતે સોનગઢ પો.સ્ટે.મા ગુનો દાખલ કરવામા આવેલ છે.
અટક કરેલ આરોપીઓ :-
1. અહેમદ ખાન બાગેખાન બલોચ, 2. ફિરોઝ ખાન ઇમામ ખાન બલોચ, બન્ને રહે-સિધ્ધપુર, જે.પી. મીલની પાછળ, તા- સિધ્ધપુર, જિ-પાટણ, 3. રઝાક મીયાં સત્તાર મિંયા મલેક, 4. ઇમરાન પિર મહમદ દિવાન, બન્ને રહે-રહે-કસબા ટેકરી, માલેકવાડા, સામરખા, તા- આણંદ, જિ-આણંદ 5. ઇદ્રીશ ઉર્ફે બેરો હફીફ મીંયા મલેક, રહે-બસ સ્ટેશન પાસે, સામરખા, તા- આણંદ, જિ.આણંદ, 6. શરીફભાઇ મજર હુસેન શેખ, રહે-સતલાસાણા, તા-સતલાસાણા, જિ.મહેસાણા, 7. જાવેદભાઇ મેહબુબ શેખ, રહે-લુણવા, ખેરાલુ રોડ, તા-ખેરાલુ, જિ-મહેસાણા 8. ઇરફાન મહમદ ઢેફા-પટેલ, રહે-ચાંચવેલ. નવી નગરી, તા-બાગરા, જી-ભરૂચ નાઓની અટક કરેલ છે.
વોટડ જાહેર કરેલ આરોપીઓ :-
1. અકબરભાઇ ફિદાહુસેન સોલંકી, રહે-પાલનપુર, મેમણવાસ, ખાસદાર ફળી, તા-પાલનપુર, જી-બનાસકાંઠા, (ભેંશો ભરી આપનાર) છે. 2. ઓવેશખાન યાસીનખાન હાપાની, રહે-ચરોતર, સીપાયવાસ, તા-પાલનપુર, જી-બનાસકાંઠા (ભેંશો ભરી આપનાર) 3. સંદિપભાઇ કમલેશભાઇ ભટ્ટ, રહે-અટાલી, તા-કરજણ, જી-બરોડા (ભેંશો ભરી આપનાર) 4. મુખ્તાર રઝાક ઉર્ફે મુખ્તાર તોતીયા હદ, રહે-માલેગાંવ, ફાર્મસી કોલેજ પાસે, જિ-માલેગાવામા.) (ભેંશો મંગાવનાર) 5. સુનિલભાઇ ગામીત રહે ચચરબુંદા, તા-ઉચ્છલ, જિ-તાપી જેનું પુરૂ નામ ઠામ ખબર નથી જેનો (ટૂંકોનું પાયલોટીંગ કરનાર)
કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી
૧) ASI રૂમશીંગભાઇ નાનીયાભાઇ.
૨) UHC સંદિપભાઇ હીરાલાલ.
3) UHC ઉમેશભાઇ જયરામભાઇ.
૪) PC ગોપાલકુમાર કાળુભાઇ.
૭) PC રાજીશભાઇ ગોપાળભાઇ.