આહવા ખાતે સિવિલ હોસ્પિટલ ના ખાનગી કરણ ના મુદે ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજી વિરોધ નોંધાવ્યો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : આહવા ખાતે સિવિલ હોસ્પિટલ ના ખાનગી કરણ ના મુદે ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો.
ડાંગ જિલ્લો આદિવાસી જિલ્લો છે અને ગુજરાત ના છેવાડે આવેલ આ ડાંગ જિલ્લામાં 95 ટકા જેટલા આદિવાસી લોકો રહે છે તેઓ ખેતી અને પશુપાલન પર પોતાનું જીવન ગુજરાન ચલાવે છે ત્યારે ડાંગના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારે આરોગ્યલક્ષી સેવા માટે જીલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ એક માત્ર સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે આવવું પડતું હોય છે ત્યારે હાલમાં આ સિવિલ હોસ્પિટલનુ ખાનગીકરણ કરવામાં આવનાર હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ સિવિલ હોસ્પિટલનું જો ખાનગીકરણ કરવામાં આવે તો ડાંગ જિલ્લાના ગરીબ આદિવાસી પરિવારોને આ ખાનગી હોસ્પિટલ ના ખર્ચા ને પોહચી વડે તેમ ન હોય જેથી કોંગ્રેસ દ્વારા આ ખાનગી કરણ નો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા આહવા પેટ્રોલ પંપ થી સિવિલ હોસ્પિટલ સુધી એક વિશાળ રેલી વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાનીમાં યોજવામા આવી હતી.જેમાં વલસાડ ડાંગ ના માજી સાંસદ કિશન પટેલ તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીભાઈ ચૌધરી સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.