એકલવ્ય રાષ્ટ્રીય કક્ષાના કલ્ચરલ ફેસ્ટીવલમાં એક્લવ્ય સ્કૂલ ખોડદાની ૨ કૃતિઓનું રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  30: તાજેતરમાં આદિજાતિ વિકાસ મંત્રાલય,ન્યુ દિલ્લી દ્વારા રાષ્ટ્રીય સ્તરીય એકલવ્ય કલ્ચરલ મીટનું આયોજન દેહરાદુન (ઉતરાખંડ) ખાતે કરવામાં આવ્યું હતું. સંગીત સાહિત્ય અને કલચર ફેસ્ટીવલમાં ૨૭ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની એકલવ્ય શાળાઓએ ભાગ લીધો હતો.

આ ૪ દિવસીય સંગીત અને સાહિત્યક ફેસ્ટીવલમાં વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓ બહાર લાવવાનાં હેતું સાથે વિવિધ સાહિત્યક કૃતિઓ, લોકવાદ્ય,આદિવાસી સંસ્કૃતિનાં વાઘ, કલા, વિવિધ સાહિત્યક ચર્ચા, વકૃત્વ સ્પર્ધા, આદિજાતી નૃત્ય, દેશભક્તી ગીતો, કોયડાથી માંડી અંગ્રેજી સ્પેલીગની સ્પર્ધા યોજવામાં આવી હતી.


જેમાં તાપી જિલ્લાની નિઝર સ્થિત એકલવ્ય સ્કૂલ મોડેલ રેસીડેન્સીયલ ખોડદાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. ખોડદા એકલવ્ય સ્કૂલ મોડેલ રેસીડેન્સીયલ સ્કુલની કુલ ૪ કૃતિઓએ રાષ્ટ્રીય કક્ષાના કલ્ચરલ મીટમાં ભાગ લીધો. જેમાંથી સિનિયર શોલો “ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ” અને તબલા વાદનમાં ચૌધરી મીત શૈલેષભાઈ અને જૂનિયર સંસ્કૃત શ્લોકગાનમાં વસાવા કૃતિકા ગુલાબભાઇએ પ્રથમ ક્રમ મેળવી એકલવ્ય સ્કૂલ મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખોડદાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઉજ્જવળ કર્યું હતું.

રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા ગયેલ વિદ્યાર્થીઓને શાળાનાં શિક્ષકશ્રી સ્વપ્નિલભાઈ શર્મા અને શ્રીમતી નીરૂબેન ગામીત દ્વારા માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી અને શાળા સંચાલક મંડળ સહિત જિલ્લા તંત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
0000૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other