ગૌવંશના માંસ સાથે ત્રણ ઈસમોને પકડી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૭/૧૦/૨૦૨૩ ના રોજ પોલીસ ઇન્સ્પેકટર સોનગઢની સુચનાથી, પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.એમ. સાધુ તેમજ અ.હે.કો. સંદિપભાઈ હિરાલાલભાઈ તથા અ.હે.કો. અનિલકુમાર રામચંદ્રભાઇ તથા અ.હે.કો.વિપુલભાઇ મંગાભાઇ તથા અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ તથા અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઇ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. સંદિપભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ ઈસ્લામપુરા ખાતે રહેતા રફીક શબીર મલેક પોતાના ધરે શંકાસ્પદ ગૌ-વંશનું માંસનુ વેચાણ કરે જે આધારે બાતમી વાળા ઘરે રેઈડ કરી રફીક શબીર મલેક ઊ.વ.૩૭, રહે.ઇસ્લામપુરા, સોનગઢ, તા.સોનગઢ, જી.તાપી પોતાના રહેણાક ઘરે શંકાસ્પદ માંસનું વેચાણ કરતા મળી આવેલ તેમજ નસીમ S/O ઇસ્માઇલ મંહમદ અબારીસ, હાલ રહે.સોનગઢ તા.સોનગઢ જી.તાપી મુળ રહે.જોખનપુર બહેડી,માહીગીર મહોલ્લા તા.બહેડી થાણા બહેડી જી.બરેલી (યુ.પી.) તેમજ શાબીર શાહબુદિન મંન્સુરી, રહે.સોનગઢ મુસ્લીમ ફળીયુ મોટી મસ્જીદ પાસે તા.સોનગઢ જી.તાપી. શંકાસ્પદ ગૌમાંસ માસ ખરીદી કરતા પકડાઇ ગયેલ જેઓને પંચનામાની વિગતે હસ્તગત કરી પંચોની હાજરીમાં સ્થળ ઉપર વેટનરી ડોક્ટરને બોલાવી નમુનાના શંકાસ્પદ માંસનુ સેમ્પલ લઈ જેને પરિક્ષણ અર્થે FSL સુરત ખાતે મોકલી આપેલ અને તા-૨૮/૧૦/૨૦૨૩ ના રોજ આ શંકાસ્પદ માંસનું પરિક્ષણ થઈ આવતા આ શંકાસ્પદ માંસ ખરેખર ગૌવંશનું જ માસ હોવા બાબતેનું સર્ટી લખાઇ આવતા જે સર્ટી આધારે આજરોજ ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધમાં ગૌમાંસ રાખી ખરીદ-વેચાણ કરવા બાબતે સોનગઢ પો.સ્ટે. ગુજરાત ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૬ખ, ૮(૪), ૧૦ મુજબનો ગુનો દાખલ કરી ત્રણે ઈસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે, આ ગુનામા ગૌવંશનું માસ આપનાર બાદશાહ ખલીલ ખાન તથા સુલતાન ખલીલ ખાન બન્ને રહે-નવાપુર, ઇદગાહ પાસે, તાનવાપુર, જિ-નંદુરબાર(મહા.) ને વોન્ટેડ જાહેર કરી, આગળની તપાસ વાય.એસ. શિરસાઠ, પોલીસ ઈન્સ્પેકટર, સોનગઢ પોલીસ સ્ટેશન કરી રહ્યા છે.