xuv ગાડીમાં વિદેશી દારુની હેરાફેરી કરનારને ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડતી પેરોલ- ફર્લો સ્કોર્ડ અને એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પી.આઈ.શ્રી એલ.સી.બી. તાપી આર.એમ. વસૈયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હોય જેના આધારે આજરોજ રાત્રીના પેરોલ ફર્લો સ્ક્વોર્ડના હે.કો.બીપીનભાઇ રમેશભાઇ તથા પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ એલ.સી.બી. તાપીને સંયુકત રીતે ખાનગી બાતમી મળેલ હતી કે, “આહવા ડાંગ તરફથી એક સફેદ કલરની એક્સુવી કાર નં.GJ-05-JD-0006માં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને બરડીપાડા ટેમ્કા થઇ સરૈયા થઇ વ્યારા તરફ આવે છે” જે બાતમીના આધારે પો.સ.ઇ.શ્રી પી.એમ. હઠીલા પોલીસ સ્ટાફના માણસો સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીથી વાકેફ કરી સરૈયા ગામના ચાર રસ્તા પાસે નાકાબંધી કરી હતી. તે દરમ્યાન ટેમ્કા રોડ તરફથી બાતમીવાળી એક્સુવી કાર આવતા તેને બેટરીના અજવાળે તથા લાકડીના ઇશારે રોકવા જતા આ એક્સુવી કાર ચાલકે પોતાની કાર ડોલારા ગામ તરફ હંકારી દીધેલ. આ કારનો પીછો કરતા કાર ચાલકે તેની કાર બાલપુર ગામના ડુંગરી ફળીયામાં આવેલ જંગલ વિસ્તારમાંથી પકડાઇ જતા એક પકડાઈ ગયો હતો જ્યારે અન્ય વ્યક્તિ રાત્રીના અંધારાનો લાભ લઇ નાશી છૂટ્યો હતો. આ ગુનામા પકડાયેલ આરોપી મહમદ સાહીદ અબ્દુલ અઝીઝ કોલી ઉ.વ.૨૮ રહે.ઘર નં.૨/૩૦૦૭ પીલી મીટ્ટી, સગરામપુરા સુરત શહેર તથા નહીં પકડાયેલ આરોપીઓએ પોતાના કબજાની સફેદ કલરની એક્સુવી ગાડી નંબર GJ-05-JD-0006 જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લીશ દારૂની કંપનીની સીલબંધ કુલ બોટલો કુલ- ૯૩૬ કુલ કિંમત રૂ.૯૩,૬૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ.૫,૯૩,૬૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આગળની વધુ કાર્યવાહી વ્યારા પોલીસ સ્ટેશનને સોંપાયેલ છે.
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઇ.શ્રી પી.એમ. હઠીલા, એલ.સી.બી.તાપી તથા પેરોલ-ફર્લો સ્ક્વોર્ડના હે.કો. બીપીનભાઇ રમેશભાઇ તથા એલ.સી.બી સ્ટાફના હે.કો. જગદીશભાઇ જોરારામ તથા HC ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ તથા પો.કો. રોનક સ્ટીવંસન તથા PC અરૂણભાઇ જાલમસીંગ તથા હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ.