તાપી જીલ્લાના બાજીપુરા ખાતે આવેલ બેન્કનું ATM તોડી રૂપિયાની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી તાપી એલ.સી.બી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન . એન. ચૌધરી પોલીસ અધિક્ષકશ્રી તાપીનાઓએ તાપી જીલ્લામાંથી મિલકત સંબંધી ગુનાઓ બનતાં અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના આપેલ જે અનુસંધાને શ્રી આર . એલ . મવાણી , નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારા નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ ડી. એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ અ . હે . કો ગણપતસિંહ રૂપિસિંહ તથા અ . હે . કો . સંજયભાઇ ચિમનભાઇ તથા અ . પો . કો . વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ . પો . કો . રવિન્દ્રભાઇ સિંગાભાઇ તથા ડ્રા . પો . કો . કિરણભાઇ વેયિયાભાઇ તથા ડ્રા પો . કો . સુનિલભાઇ ખુશાલભાઇ તથા અ . હે . કો . સમીરભાઈ મદનલાલ તથા અ. હે . કો. કર્ણસિંહ અમરસિંહ તથા એ . એસ . આઇ . રાકેશભાઇ રમેશભાઇ તથા અ પો . કો . કલ્પેશભાઇ જરસિંગભાઇ નાઓ સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સસ્કારી તથા ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતાં . તે સમય દરમ્યાન મોજે ટીચકપુરા આર.ટી.ઓ. પાસે આવતાં અ . હે . કો . ગણપતસિંહ રૂપિસિંહ તથા અ . પો . કો . રવિન્દ્રભાઇ સિંગાભાઇના ઓને સંયુક્ત બાતમી મળેલ કે , મોજે બોરખડી જવાહર ફળીયામાં રહેતો અનિતભાઇ હીરાભાઇ ગામીતનાએ તા . ૧૮ / ૦૩ / ૨૦૨૦ નાં રોજ રાત્રીના સમયે મોજે બાજીપુરા સુરત ડીસ્ટ્રીક કો . ઓ . બેન્કનુ એ . ટી . એમ . તોડીને રૂપિયા – ૧૭ , ૦૦૦ / – ની ચોરી કરેલ છે . અને હાલ તે ઇસમ તેનાં પોતાનાં મુળ વતન સોનગઢ જમાપુર ખાતે જનાર છે . જેણે લિલા , ભુરા તથા સફેદ કલરનું ચેક્સ વાળુ આખી બાયનું શર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે . અને પગે ભુરા કલરનાં બુટ પહેરેલ છે . અને જે ઇસમ સૌભાગ્ય હોટલ પાસે બસ કે રીક્ષાની રાહ જોઇને ઉભો છે . તેવી ચોક્કસ અને પાકી બાતમી મળતાં બાતમીવાળી જગ્યા જતો બાતમી મુજબનાં વર્ણનવાળા કપડા પહેરેલ એક ઇસમ ઉભો હોય જેથી તેને કોર્ડન કરી પકડી લિધેલ અને નજીકમાંથી બે પંચો બોલાવી પંયો રૂબરૂમાં તેનું નામ ઠામ પુછતાં તેણે પોતાનું નામ અનિતભાઇ હીરાભાઇ ગામીત ઉ . વ ૨૩ હાલ રહે . બોરખડી જવાહર ફળીયુ તા . વ્યારા જી . તાપી મુળ રહે . જમાપુર પટેલ ફળીયુ તા . સોનગઢ જી . તાપીનાનો હોવાનું જણાવેલ તેની અંગ ઝડતી કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી લિલા કલરની પ્લસ્ટીકની કોથળીમાં અલગ – અલગ દરની ચલણી નોટ કુલ્લે નોટ – ૧૦ અને કુલ્લે રૂપિયા – ૧૭ , ૦૦૦ / – મળી આવતાં જે રૂપિયા બાબતે અનિતભાઇ હીરાભાઇ ગામીતને પુછતાં ગલ્લાતલ્લા કરી ઉડાઉ જવાબ આપતો હોય જેથી તેની ખંત તેમજ વિશ્વાસમાં લઇ વધુ પુછ – પરછ કરતાં તેણે ગુનાની કબુલાત કરેલ હોય જેથી સી . આર . પી સી કલમ – ૧૦૨ મુજબ કબજે કરેલ છે . અને અનિતભાઇ હીરાભાઈ ગામીતનાને સી . આર પી સી કલમ – ૪૧ ( ૧ ) ડી મુજબ અટક કરેલ છે , અને આગળની વધુ તપાસ વાલોડ પોલીસ સ્ટેશન તરફ ડેપ્યુટ કરેલ છે .
આમ ઉપરોકત ગુનાના કામે શ્રી . ડી . એસ , લાડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ . સી . બી . તાપીનાઓને તથા તેમની ટીમને વાલોડ પોલીસ સ્ટેશનનો ATM તોડી રૂપિયાની ચોરી થયેલોનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *