ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળામાં 74 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સામાજિક વનીકરણ વિભાગ, સુરત રેન્જ ઓલપાડ આયોજિત 74 માં વન મહોત્સવની ગ્રામ્ય કક્ષાની ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કમરોલી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત વનીકરણ વિભાગનાં અધિકારી દ્વારા બાળકોને વૃક્ષોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમની ઉજવણીનાં ભાગરૂપે શાળા પટાંગણમાં પીપળો, આસોપાલવ, જામફળ, સિંદૂર જેવાં વિવિધ વૃક્ષો રોપવામાં આવ્યા હતાં. અંતમાં શાળાનાં મુખ્યશિક્ષિકા જ્યોતિ પટેલે વનીકરણ વિભાગનો આભાર વ્યક્ત કરી બાળકોને વૃક્ષોનું જતન કરવા અનુરોધ કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
