રાષ્ટ્રીય કક્ષાની સ્કોલરશિપ પરીક્ષામાં નિશાણા સ્કૂલનાં ૪ બાળકો મેરિટમાં ઝળક્યા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : રાષ્ટ્રીય કક્ષાની સ્કોલરશિપ પરીક્ષા ( NMMS) માં ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના છેવાડાની અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ નિશાણા પ્રાથમિક શાળાનાં ૪ બાળકો મેરિટમાં આવી શાળા, પરિવાર તેમજ તાલુકાનું નામ રોશન કર્યું છે. ડિસેમ્બર ૨૦૧૯ માં લેવાયેલી આ પરીક્ષામાં શાળાના ધોરણ ૮ નાં કુલ ૧૨ વિદ્યાર્થીઓ માંથી ૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમા કુંવર સારીબેન જઈનભાઈ, ચૌધરી રાધાબેન શિવાજીભાઈ, ગામીત નિરમા કિશનભાઈ તેમજ વડવી હાર્દિક માલ્યાભાઈ આ ૪ વિદ્યાર્થી મેરિટમાં સ્થાન પામ્યા છે. બાળકોની આ સફળતાનું કારણ બાળકોની મહેનત તેમજ શાળાના સારસ્વત મિત્રોની મહેનત અને માર્ગદર્શનનાં આભારી છે, તેમજ બાળકોની સફળતાએ શાળા પરિવારની કામગિરીની ઝાંખી કરાવે છે તેમ શાળાનાં આચાર્ય શ્રી વિજયભાઈ ચૌધરી અે જણાવ્યું હતું.