વઘઇ ખાતે કોરોના વાઇરસથી રક્ષણ મેળવા માટે લોકોને આયુર્વેદિક ઉકાળાનુ નિઃશુલક વિતરણ કરાયુ
કોરોના વાઇરસથી બચવા માટે ડાંગ આયુર્વેદિક શાખા દ્વારા વઘઇ મેઇન બજાર ખાતે આયુર્વેદિક ઉકાળાનુ પાંચ દિવસ સુધી નિઃશુલક વિતરણ કરવામાં આવશે
હેન્ડશેક નહી નમસ્તે કરીને કોરોના વાઇરસના ચેપથી બચી શકાય છે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : હાલ દેશમાં કોરોના વાઇરસને લઇને અફરાતફરી મચી રહી છે જેને નાથવા માટે સરકાર દ્વાર અગમચેતીની તૈયારી હાથ ધરવામાં આવી છે જેને લઇ આજ રોજ ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે કોરોના ની મહામારી નાથવા અને કોરોના વાઇરસથી રક્ષણ મેળવવા માટે સરકારી આયુર્વેદિક શાખા રંભાસના સહયોગથી મેઇન બજાર ખાતે અમૃતપેય આયુર્વેદિક ઉકાળા વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે. જેમાં પ્રથમ દિવસે જ કોરોના વાઇરસથી ફેલાતી ગંભીર બિમારી થી બચવા માટે લોકો એ આયુર્વેદિક ઉકાળો પીવા માટે લાંબી કતારો લગાવી હતી જેમાં નગરજનો સહિત બજારમાં અવર જવર કરતા લોકો આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો વળી આરોગ્ય શાખાના કર્મચારીઓ દ્વારા કોરોના વાઇરસના લક્ષણો, સાધારણ તાવ અને કોરોના વાઇરસની અસર અંગેનો તફાવત સહિતના મુદ્દાઓ પર વિસ્તારથી લોકોને સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાથી બચવા માટે કઈ કઈ કાળજી રાખવી તે અંગે આરોગ્ય શાખા દ્વારા માહિતી પત્રિકાનુ પણ વિતરણ કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો