ડાંગ જિલ્લામાં એસ.ટી. બસ ડેપો મેનેજરની બેદરકારી જોવા મળી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લામાં એસ.ટી.બસનાં ઘણી વખત અકસ્માત સર્જાતા હોય છે.તો ક્યારેક બસ અધવચ્ચે બગડી જતી હોય છે જેના કારણે મુસાફરોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ત્યારે વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે, છતાં પણ ડાંગ જિલ્લા એસટી બસ ડેપો મેનેજર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી જેના કારણે અનેક સવાલ ઉઠવા પામ્યા છે. ડાંગ જિલ્લો એ ઘનઘોર જંગલો અને પર્વતોની હારમાળા વચ્ચે આવેલો છે. અને મોટાભાગે આદિવાસી સમાજ અહીં વસવાટ કરે છે. તેમજ ડાંગ જિલ્લાના રહીશો પોતાનું જીવન મજૂરી અને ખેતી કરીને ગુજારતા હોય છે. જેના કારણે તેમની પાસે ખાનગી વાહનો વધુ જોવા મળતા નથી. જેથી મોટાભાગે લોકો એક જગ્યા થી બીજે જગ્યા પર જવામાં માટે એસટી બસનો સહારો લેતા હોય છે. પરંતુ એસટી બસ નો ક્યારેક અકસ્માત જોવા મળે છે તો ક્યારેક રસ્તા વચ્ચે બસ બગડી જતી હોય છે. જેને લઇ ને બસ માં મુસાફરી કરતા રાહદારી, સ્કૂલ કોલેજના બાળકો ને હાલાકી ભોગવવાનો વારો આવે છે,એવી લોક ચર્ચા એ વેગ પકડ્યો છે. આ અંગે સમાચાર પત્રમાં પણ અનેક વખત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા છે. તેમ છતાં ડાંગ જિલ્લાના એસટી બસ ડેપો ના મેનેજર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. ત્યારે મુક બધીર થઈને બેસેલા એસટી બસ ડેપોનાં મેનેજર દ્વારા પોતાનું બેધ્યાનપણાનું વલણ છોડવામાં આવે અને યોગ્ય વ્યસ્વથા કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. પરંતુ આટલો સમય વિતી ગયો હોવા છતાં પણ ડાંગ જિલ્લા એસટી બસ ડેપો મેનેજર દ્વારા કાર્યવાહી ના પગલાં લેવામાં આવેલ નથી ત્યારે શું આવનાર સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ખરી ? કે પછી કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોવામાં આવી રહી છે ? આવા અનેક પ્રકારના સવાલ સાથે લોક ચર્ચાએ વેગ પકડ્યો છે.