તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયત ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

”મારો દેશ, મારી માટી”,-“માટીને નમન વીરોને વંદન ” –તાપી

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.૧૭ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીની સૂચના તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિ.પં. તાપીના પ્રેરક માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયત ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
જેમા તાલુકાના ગામોએથી સરપંચશ્રીઓ, સદસ્યશ્રીઓ તેમજ ગ્રામજનો ધ્વારા અમૃત કળશ યાત્રા યોજી સ્વમાનભેર પહોંચાડવામાં આવેલ જે તમામ અમૃત કળશમાં ગ્રામજનો ધ્વારા અર્પણ કરેલ માટી અને ચોખા દ્વારા તાલુકાનાં અમૃત કળશમાં એકત્રીત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન દેશના વીર જવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓની દેશભકિત અને બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. તેમજ તાલુકા કક્ષાએ તૈયાર કરવામાં આવેલ અમૃત વાટીકામાં મહાનુભાવો ધ્વારા માટી ચોખાને અર્પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ અને પ્રાંત અધિકારીશ્રી જય કુમાર રાવલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મેહુલકુમાર પાડવી, જિ.પં. સદસ્યશ્રી, ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકાના તમામ સરપંચશ્રી / સદસ્યશ્રીઓ, ગ્રામજનો, પુર્વ સંરક્ષણ ક્ષેત્રના અધિકારી / કર્મચારીશ્રીઓ, વિવિધ સંગઠનના પદાધિકારીશ્રીઓ, ગામ આગેવાનો, સામાજિક કાર્યકરો,યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ સંસદસભ્યશ્રી પ્રભુભાઈ વસાવા ર૩-બારડોલી લોકસભા, તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્યશ્રી ડો. જયરામભાઈ ગામીત ૧૭ર-નિઝર વિધાનસભા, પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને જિ.પં. સભ્યશ્રી, સુરજભાઈ વસાવા દ્વારા વિર જવાનો, સંરક્ષણક્ષેત્રના જવાનોને વંદન તેમજ શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other