તાપી જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતો જોગ
બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર આગમી 31 ઓકટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૭ તાપી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા ની વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ આપવામાં આવી રહ્યા છે.
જેમાં સરકારની સહાયલક્ષી યોજનાઓ જેવી કે, સરગવો, આંબા, જામફળ, ઘનિસ્ટ ફળ પાક વાવેતર, કમલમ ફ્રૂટ(ડ્રૈગન ફ્રૂટ), પ્રોસેસિંગ સાધનો ડિસ્ટીલેશન યુનિટ તથા અન્ય યોજનાઓમાં અરજી કરવા માટે તા. 31/10/2023 સુધીઆઈ- ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મૂકવામાં આવેલ છે.
જે બાગાયતદાર ખેડૂતો લાભ લેવા માંગતા હોય તે પોતાના ગામના ઇ- ગ્રામ સેંટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટ નાં માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે. તેમ બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. અરજી કર્યા બાદ ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સંબંધિત સાધનિક કાગળો (૮- અ, ૭ -૧૨ ની નકલ, આધારકાર્ડ, બઁક પાસબૂકની નકલ,જાતિનો દાખલો)સહિત ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર, પાનવાડી, તાપી ખાતે જમા કરાવવાનું રહશે. વધુ માહિતી માટે કચેરીનો ૦૨૬૨૬- ૨૨૧૪૨૩ અથવા ઈ-મેઇલ આઈડી ddhtapi@gmail.com પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, તાપીની અખબાર યાદી જણાવાયું છે.
0000