આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિન નિમિત્તે સોનગઢના બાવલી ગામમાં માછીમારી કરતાં બેહનો માટે પરિસંવાદ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર કા.યુ. ઉકાઈ કેન્દ્ર દ્વારા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બાવલી ગામમાં માછીમારી કરતાં બેહનો માટે આજરોજ (૧૫મી ઓકટોબર, ૨૦૨૩) આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે એક દિવસીય પરિસંવાદ “એન્ટરપ્રેન્યરશીપ ડેવલોપમેન્ટ ઓફ રૂરલ વુમન ઇન ફિશરીઝ” આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન. એમ. ચૌહાણ તેમજ સેન્ટર ઓફ એક્સલન્સના વડા ડો. સ્મિત આર. લેન્ડે ઉપસ્થિત રહેલ હતા. ગ્રામીણ વિભાગમાં રેહતા મહિલાઓનો કૃષિ અને સંલગ્ન વ્યવસાયોમાં મોટો ફાળો વૈશ્વિક સ્થરે રહે છે. માછીમારી અને મત્સ્ય વ્યવસાયમાં આધુનિક સમયમાં મહિલાઓ માટે વ્યવસાયીક ઢબે પુષ્કળ તકો છે. વૈશ્વિક સ્તરે મત્સ્યપાલન વ્યવસાયમાં ગ્રામીણ વિભાગના બેહનોની પુષ્કળ સફળ ગાથાઓ પ્રસિદ્ધ છે. સદર કાર્યક્રમ દરમિયાન ડો. એન. એમ. ચૌહાણ સાહેબ દ્વારા મહિલાઓને મત્સ્યપાલન ક્ષેત્રે આગળ આવીને ઉધ્યોગસાહસિક થવા બાબતે પ્રોત્સાહન આપવામાં આવ્યું. સદર કાર્યક્રમ દરમિયાન બાવલી ગામની ૧૦૦ બેહનો હાજર રહેલ હતી. જેમને આ પ્રસંગે સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર કા.યુ. ઉકાઈ કેન્દ્ર દ્વારા ફિશિંગ માટે ઉપયોગી કીટનુ પણ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમના આભારવિધિ શ્રી જીગ્નેશ મેવાડા તાલીમ સહાયક સી. ઑ. ઈ. ઉકાઈ દ્વારા કરવામાં આવ્યું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other