તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો આજથી પ્રારંભ
બસ સ્ટેશન તથા રેલ્વે સ્ટેશનની સફાઈ ઝુંબેશ અંતર્ગત ગ્રામજનોનો બહોળો સાથ સહકાર મળતા સોનામાં સુગંધ ભળી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.15: સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ સપ્ટેમ્બરથી શરૂ કરેલ અભિયાનને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો હતો, જેના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન ‘નિર્મળ ગુજરાત’ને સાર્થક કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી 2 મહિના અભિયાનને લંબાવતા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો આજથી તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રારંભ થયો છે.
તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના સફળ માર્ગદર્શન હેઠળ ૧૫ સપ્ટેમ્બરથી આ અભિયાનને ઝુંબેશ સ્વરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલ છે. આગામી 2 મહિના ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને લંબાવતા આજે તાપી જિલ્લાના તમામ તાલુકાઓના બસ સ્ટેશન તથા રેલ્વે સ્ટેશનની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત નાગરિકોને શ્રમદાન આપવા જિલ્લા તંત્ર દ્વારા આહ્વાન કરાયું હતું. વિવિધ સ્થળોએ જાગૃત નાગરિકો સહિત ગામના આગેવાનો, અને દેશનું ભવિષ્ય એવા બાળકોનો બહોળો સાથ સહકાર મળતા તાપી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સોનામાં સુગંધ ભળી છે.
૦૦૦૦