તાપી જિલ્લામાં આગામી ૧૫ ઓક્ટોબરના રોજ યોજાનાર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 ની પ્રિલીમીનરી પરીક્ષાના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઇ

Contact News Publisher

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 ની પ્રિલીમીનરી પરિક્ષા આગામી ૧૫મી ઓક્ટોબરે

તાપી જિલ્લામાં ૪૧ કેન્દ્રો ખાતે કુલ- ૪૫૭ બ્લોક ઉપર ૧૦૯૬૨ ઉમેદવારો પરીક્ષા આપશે.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.12: આગામી ૧૫ ઓક્ટોબરના રોજ તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા વિવિધ પરિક્ષા કેન્દ્રો ખાતે યોજાવાની છે. જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે, પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને આયોગના પ્રતિનિધિ, તકેદારી અધિકારી અને ઝોનલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

બેઠકમાં કલેક્ટરશ્રીએ પરીક્ષાના સુચારૂ આયોજન માટે પરીક્ષા સાથે સંકળાયેલ તમામને કેટલાક રચનાત્મક સુચનો કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં કોઇ પણ ક્ષતિ વગર અને સુચારૂ રીતે પરીક્ષા સંપન્ન કરવી આપણી સૌની જવાબદારી છે. તેમણે એસટી બસો સમયસર ચાલે, પરીક્ષા દરમિયાન વિજપુરવઠો ન ખોરવાઇ તથા કાયદો વ્યવવ્થાનું ચુસ્તપણે પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા સુચનો કર્યા હતા.
આ સિવાય પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, આરોગ્યની ટીમ, પીવાનું પાણી અને મોબાઇલ, સ્માર્ટ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન લાવવા અંગે જાહેરનામા સહિતની આનુસંગિક બાબતો અંગે સબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ સાથે શિક્ષણાધિકારીશ્રી ધારા પટેલ દ્વારા પરિક્ષા સંદર્ભે વધુ માર્ગદર્શન આપતા પરીક્ષાખંડમાં મોબાઈલ,કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ કે અન્ય કોઇ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાખી શકાશે નહી. કોઈ પણ પ્રકારની ગેરરિતી અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ હોય તેની ચકાસણી કરવા ખાસ સુચના આપી હતી.

બેઠકમાં શિક્ષણ નિરિક્ષકશ્રી ગોવિંદભાઇ ગાંગોળા દ્વારા આયોગના પ્રતિનિધિ, તકેદારી અધિકારી અને ઝોનલ અધિકારીઓ, સ્ટ્રોંગ રૂમ ઇન્ચાર્જ, કંટ્રોલર ઓફ સ્ટ્રોંગ રૂમ, મુખ્ય આરોગ્ય અધિકારી, એસટી ટ્રાન્સપોર્ટેશન, માહિતી ખાતું, પોલીસ અધિક્ષકશ્રી, સહિત વિવિધ વિભાગોને તેઓની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શિકા અંગે અવગત કરવામાં આવ્યા હતા.

અત્રે નોંધનિય છે કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની જા.ક્ર.૪૨/૨૦૨૩૨૪ પ્રિલીમીનરી પરીક્ષા આગામી તારીખ:૧૫/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક થી ૦૧.૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે. તાપી જિલ્લામાં ૪૧ કેન્દ્રો ખાતે કુલ- ૪૫૭ બ્લોક ઉપર ૧૦૯૬૨ ઉમેદવારો પરીક્ષા આપશે.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other